Ad Code

ધોરણ 6 માટે COMMON ENTRANCE TEST|ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક સત્ર 2023-24 |ધોરણ 6 થી 12ના ગુણવત્તાયુક્ત નિ:શુલ્ક શિક્ષણ|https://sebexam.org/

ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6 થી 12ના ગુણવત્તાયુક્ત નિ:શુલ્ક શિક્ષણ

ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24થી સામાજિક ભાગીદારી દ્વારા 

  • જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, 
  • જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ, 
  • જ્ઞાનસેતુ ડે સ્કુલ અને રક્ષાશક્તિ સ્કૂલ 

જેવી વિવિધ સ્કૂલો વિવિધ જિલ્લાઓમાં બનવા જઈ રહી છે. આ શાળાઓમાં સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજજ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે.


વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું, રેસીડેન્શીયલ સ્કૂલમાં નિવાસી છાત્રાલય, રમતગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓને તૈયારી કરાવવામાં આવશે. આ શાળાઓ તેમજ મોડેલ સ્કૂલમાં 2023-24ના શૈક્ષણિક વર્ષમાં ધો. 6 માં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સ્તરની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલેકે, સામાન્ય પ્રવેશ પરીક્ષા લેવાનું આયોજન હાથ ધરાયું છે.

DIRECT APPLY LINK : https://sebexam.org/Application/FormInfo

OFFICIAL WEBSITE : https://www.sebexam.org/

આ તમામ શાળાઓ ધોરણ 6 થી 12ની રહેશે અને તેમાં સંપૂર્ણ શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે.પોરબંદર જિલ્લાને જ્ઞાનસેતુ ડે સ્કૂલ મળનાર છે. આ શાળામાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધો. 1 થી 5 નો અભ્યાસ કરેલ હોય તથા ધો. 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ધો. 6 માટે પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધો. 6માં પ્રવેશ આપવામાં આવશે.

OFFICIAL NOTIFICATION : CLICK HERE

ધો. 6 માટે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ માટે ઓનલાઇન ફોર્મ તા.23 માર્ચ થી તા. 5 એપ્રિલ દરમિયાન ભરી શકાશે તેમજ કોમન પ્રવેશ પરીક્ષા તા. 27 એપ્રિલ 2023ના રોજ લેવામાં આવશે. પોરબંદર જિલ્લામાં તાલુકા દીઠ એક જ્ઞાનસેતુ ડે સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ધો.6 થી 12 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે

Post a Comment

0 Comments