Ad Code

રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષીસ્વરોજગારલક્ષી યોજનાઓhttps://gueedc.gujarat.gov.in/ગુજરાત બિનઅનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ હસ્તક લોન યોજના

ગુજરાત બિનઅનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ હસ્તક લોન યોજના

 

યોજનાનું નામ : સ્વરોજગારલક્ષી યોજનાઓ

યોજનાનું સ્વરૂપ/લોનસહાયના ધોરણો:

  • રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ.
  • વ્યવસાય કે કરીયાણાની દુકાન, મેડીકલસ્ટોર , રેડીમેડ ગારમેન્ટ સ્ટોર,બુકસ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂા.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.
  • ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફુડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંક માંથી રૂ.૧૦.૦૦ લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ હસ્તક લોન યોજના...

યોજના : સ્વરોજગારલક્ષી નાના પાયાના વ્યવસાય/વાહન લોન યોજના

ફોર્મ માટે તા. : 23/03/2023 થી 26/05/2023

સ્વરોજગારલક્ષી યોજનાઓ માટેના ધિરાણના માપદંડ
  • વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જોઇએ.
  • મેળવેલ વાહન નિગમ તરફે ગીરો (હાઇપોથીકેશન) કરવાનું રહેશે.
  • વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.
  • નાના વ્યવસાય લોન મેળવ્યાના ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.
  • લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
  • લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે.
OFFICIAL WEBSITE : https://gueedc.gujarat.gov.in/
સ્વરોજગારલક્ષી તમામ યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે.

  • અરજદાર ગુજરાતના વતની હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.
  • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫ ટકા સાદા વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે.
  • પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.

વ્યાજનો દર :ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫ ટકા લેખે સાદુ વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી

DIRECT APPLY LINK : અંહી ક્લિક કરો

Post a Comment

0 Comments