Ad Code

માનવ કલ્યાણ યોજના|રૂ. 25000/-ની કિંમતના સાધનો ફ્રી|https://esamajkalyan.gujarat.gov.in/

 માનવ કલ્યાણ યોજના

રૂ. 25000/- ની કિંમતના સાધનો ફ્રી (મફત) માં...

(ધંધા માટે સાધનો ફ્રી માં)

>> યોજનાનો હેતુ :

  • નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.


>>> નિયમો અને શરતો :  

*** અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.

*** અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ગ્રામ્યવિસ્તારમાં ₹ ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ ધરાવતા હોય.

*** ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે.

*** અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.

*** લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.

*** ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી

*** અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.


>>> કુલ – 27 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)

  • કડીયાકામ
  • સેન્ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચી કામ
  • ભરત કામ
  • દરજી કામ
  • કુંભારી કામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહીં વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણાં બનાવટ
  • ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફલોરમીલ
  • મસાલા મીલ
  • રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રીપેરીંગ
  •  પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)

>> રજૂ કરવાના ડોક્યુમેન્‍ટ 

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તે અને કાયમી હોય તેવો જ મોબાઈલ નંબર આપવો.)
  • ઈમેઈલ આઇડી (ઈમેઈલ ચાલુ હોય તે આપવું.)

>>> ફોર્મ ભરતા સમયે ખૂબ જ કાળજી લેવી, અને ફોર્મની સંપૂર્ણ વિગત ધ્યાનપૂર્વક વાંચી લેવી, ફોર્મ ભર્યા બાદ તમામ વિગત એક વાર જાતે તપાસી લેવી...

>>> ફોર્મ ભરતા સમયે જો બની શકે તો તમામ ઓરીજનલ ડૉક્યુમેન્ટ અપલોડ કરવા.


ફોર્મ શરૂ થાય તે પહેલા બધા જરૂરી ડૉક્યુમેન્ટ તૈયાર કરી રાખવા...

>> સેલ્ફ ડિકલેરેશન ફોર્મ માટે : CLICK HERE

>> વધુ માહિતી માટે : CLICK HERE


>.> વેબ સાઇટ માટે : CLICK HERE


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

👇 રજીસ્ટ્રેશન માટે 👇

https://e-kutir.gujarat.gov.in/Registration.aspx


👇 લૉગિન માટે 👇

https://e-kutir.gujarat.gov.in/index.aspx?HodID=1

Post a Comment

0 Comments