Ad Code

તલાટીની પરીક્ષાની નવી તારીખ જાહેર|BIG BREAKING|તલાટીની પરીક્ષાની તારીખ પાછી ઠેલાઇ

BIG BREAKING|તલાટીની પરીક્ષાની તારીખ જાહેર

તલાટીની પરીક્ષાની તારીખ પાછી ઠેલાઇ છે, આગામી 30 એપ્રિલેનાં રોજ પરીક્ષા લેવાની હતી જે હવે 7મી મેના રોજ લેવાશે. તલાટીની પરિક્ષાની તારીખમા ફેરફાર કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે તલાટીની પરીક્ષાની તારીખને લઈ મહત્વની જાહેરાત કરી છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા 391736 પરીક્ષા આપી એટલે ફોર્મ ભરાયા હતા જેમાંથી 41 ટકા ઉમેદવાર પરીક્ષા આપી એટલે કે, 59 ટકા ઉમેદવારો પરીક્ષા આપી ન હતી જે જોતા તલાટીની પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માગશે તેઓને કનફેમશન આપવું પડશે.


ઋષિકેશ પટેલે શું કહ્યું

પરીક્ષા કેન્દ્રો ન મળતા તલાટીની પરીક્ષા પાછી ઠેલાઇ છે. તલાટીની પરીક્ષા માટે કન્ફર્મેશન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કન્ફર્મેશન ન આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં તેમજ સંસાધનનો ખોટો ઉપયોગ થાય છે અને પેપર સહિતની સામગ્રી બગડે છે

  • તલાટીની પરીક્ષાને લઇને મહત્વના સમાચાર
  • 30મી એપ્રિલે યોજાનારી તલાટીની પરીક્ષા હવે 7મી મે એ લેવાશે
  • રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલની મહત્વની જાહેરાત

7મી મેના રોજ પરીક્ષા યોજાશે

શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતુ કે, એપ્રિલ મહિનામાં જ પરીક્ષા યોજવાનું આયોજન છે. જે બાદ આજે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે તારીખ જાહેર કરતા જણાવ્યું કે, 7મી મેના રોજ પરીક્ષા યોજાશે

જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે

7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે, સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે

BIG BREAKING / તલાટીની પરીક્ષાની તારીખ જાહેર: 30 એપ્રિલ નહીં આ તારીખે લેવાશે પરીક્ષા, ઉમેદવારોએ પહેલા કન્ફર્મેશન આપવું પડશે

🔥💥 GPSSB જુનિયર ક્લાર્ક OMR શીટ​ ડાઉનલોડ કરો

https://bit.ly/40YSSr4

પંચાયત સેવા પસંદગી મંડળને પરીક્ષા યોજવા માટે શાળાઓ નથી મળી રહી. પરીક્ષા લેવા માટેના પૂરતા કેન્દ્રો નથી. પરીક્ષા લેવા માટે 5700 જેટલા કેન્દ્રોની જરૂર છે, જેમાં અંદાજે 17 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી શકે

તલાટીની પરીક્ષા માટે વધુ વર્ગ ખંડો મંડળને મળશે તેવી આશા જાગી છે. ગુજરાત એન્જિનિયર કોલેજ એસોસિએશન દ્વારા હસમુખ પટેલને પત્ર લખાયો છે. કોલેજો પાસેથી 100 જેટલી સંસ્થાઓમાં 50000 જૈટલા વિદ્યાથીઓનો સમાવેશ થઈ શકશે. 

એન્જીનિયરીંગ અને ડિપ્લોમા કોલેજના એસોસિએશને તલાટીની પરીક્ષા પોતાના સાથે જોડાયેલી 100 કોલેજોમાં યોજવા અપીલ કરી છે. આ 100 કોલેજોમાં 50,000 કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી વ્યવસ્થા પણ છે. મહત્વની વાત તો એ છે કે આ કોલેજોમાં નિયમ અનુસાર સીસીટીવી કેમેરા પણ છે.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તલાટીની પરીક્ષામાં યુનિવર્સિટી કોલેજો આપવા તૈયાર થયું હતું. તાજેતરમાં યોજાયેલી પરીક્ષાઓમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાની કોલેજો સોંપી હતી.


જુનિયર ક્લાર્કની પરીક્ષા નિર્વિધ્નપણે પાર પડ્યા બાદ હસમુખ પટેલે જણાવ્યુ હતું કે, તલાટી અને જુનિયર ક્લાર્ક બંને પરીક્ષાનું પરિણામ જુનમાં આપીશું. આગામી 3 દિવસમાં મને તલાટીની પરીક્ષા માટે કેન્દ્રો મળશે તો જ તે પરીક્ષા યોજી શકીશું. 3 દિવસમાં કેન્દ્રો નહિ મળે તો અમે પરીક્ષા નહિ લઈ શકીએ

Post a Comment

0 Comments