ફોર્મ ભર્યું હોવા છતાં આપવી પડશે પરીક્ષામાં બેસવાની ખાતરી
બાહેંધરી પત્ર ભરવા માટે 6 દિવસનો સમય મળશે
30મી એપ્રિલના બદલે હવે 7મી મેના રોજ યોજાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે આજથી કન્ફર્મેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારોને 6 દિવસનો સમય આપવામાં આવશે. બાહેંધરી ફોર્મ નહીં ભરનાર ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહી
રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ વિભાગોમાં પડેલી ખાલી જગ્યાઓ ભરવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉમેદવારો ગેરહાજર રહી છે. સરકાર દ્વારા પરીક્ષાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. દરમિયાન 40 થી 50 ટકા ઉમેદવારો ગેરહાજર રહેતા હોવાના કારણે સમય, શક્તિ અને સંસાધનોનો ખૂબ જ દુરવ્યર્થ થાય છે. જેને ધ્યાનમાં રાખી હવે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં આવુ ન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા કન્ફર્મેશન ફોર્મ ભરાવવાનો નિર્ણય લેવાયો છે.
બાહેંધરી પત્ર ભરવા માટે 6 દિવસનો સમય મળશે: બાહેંધરી નહી આપનાર પરીક્ષા નહીં આપી શકે
રાજ્ય સરકારનો ઓજસ વેબસાઇટ પર આજથી તલાટી મંત્રીની પરીક્ષા માટે બાહેંધરી ફોર્મ ભરી શકાશે. ઉમેદવારોને છ દિવસનો સમય આપવામાં આવશે. બાહેંધરી નહી આપનારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી.
તલાટીની પરીક્ષા અંગે ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઉમેદવારોએ કન્ફર્મેશન ફોર્મ ભરવું પડશે અને કન્ફર્મેશન નહીં આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં.
ફોર્મ ભર્યું હોવા છતાં આપવી પડશે પરીક્ષામાં બેસવાની ખાતરી
રાજ્ય સરકારના પ્રવકતા ઋષિકેશ પટેલે પણ જણાવ્યું હતું કે પેપર સહિતની સામગ્રીનો બગાડ અટકાવવા આ પગલાં લેવા જરૂરી છે.
OJAS ઉપરથી ભરી શકાશે ફોર્મ
કન્ફર્મેશનના ફોર્મ આવતીકાલથી OJAS વેબસાઈટ પર ફોર્મ ભરાશે.
જે ફોર્મ ભરીને ખાતરી આપશે એ જ ઉમેદવાર પરીક્ષા આપી શકશે.
ફોર્મ ભરવા માટે 6 દિવસનો સમય આપવામાં આવશે અને જે લોકો આ ફોર્મ ભરશે તે ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે.
ફોર્મમાં જન્મતારીખ સહિતની સામાન્ય વિગતો તેમજ પરીક્ષા આપવાની ખાતરી આપવાની રહેશે.
પહેલાં ઉમેદવારોનું કન્ફર્મેશન લેવાશે
જે ઉમેદવારો કન્ફર્મેશન નહીં આપે તે પરીક્ષા નહીં આપી શકશે. આ મહત્વના નિર્ણય પ્રમાણે પહેલાં ઉમેદવારોનું કન્ફર્મેશન લેવાશે, જે ઉમેદવારો કન્ફર્મેશન નહીં આપે તે પરીક્ષા નહીં આપી શકે. સરકારનું કહેવું છે કે તાજેતરમાં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 59 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જેનાથી સંસાધનનો ખોટો બગાડ થાય છે અને પેપર સહિતની સામગ્રી બગડે છે. આ પરિસ્થિતિને જોતા તલાટીની પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માગે છે તેવા ઉમેદવારોએ પોતાનું કન્ફર્મેશન આપવું જરૂરી છે.
કન્ફર્મેશન ફોર્મને ક્યાંક આવકાર તો ક્યાંક ટીકા
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું છે કે સરકાર વ્યવસ્થા ઉભી કરવામાં નિષ્ફળ રહી છે અને એટલે જ આવા નિર્ણયો લઈ રહી છે. તેમણે ઉમેર્યું કે યુવાઓ પર દબાણ લાવવાને બદલે સરકારે યોગ્ય આયોજન કરવું જોઈએ..
તલાટી પરીક્ષામાં કન્ફર્મેશન લેવાના નિર્ણય અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ પ્રતિક્રિયા આપી છે. યુવરાજ સિંહે કહ્યું કે ભૂતકાળની ઘટનાઓથી બોધ પાઠ લઈને બોર્ડે જે નિર્ણય કર્યો છે તે આવકારદાયક છે.
બાહેંધરી નહી આપનાર પરીક્ષા નહીં આપી શકે
0 Comments