Why Dogs Cry At Night:
તમે અનેકવાર જોયું હશે કે રાતે ઘણીવાર કૂતરા રડતા હોય છે. તેમના રડવાના કારણે આજુબાજુ રહેતા લોકોની ઊંઘમાં ખલેલ પડતી હોય છે અને તેમને અપશકુનની આશંકા રહે છે. કેટલાક લોકો કહે છે કે કૂતરા જ્યારે રાતે ભૂત પ્રેત જુએ તો તેમને જોઈને ગભરાઈ જાય છે અને ડરના કારણે રડવા લાગે છે. પરંતુ આ વાતમાં ખરેખર કોઈ સચ્ચાઈ છે કે પછી ફક્ત વાતોના વડા છે.
કૂતરા રડવાનું કારણ
વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ કૂતરા રાતે રડે તેની પાછળ અનેક કારણ હોઈ શકે છે. તેમાંથી એક મુખ્ય કારણ ઉંમર વધવાનું છે. ઢળતી ઉંમરની સાથે સાથે કૂતરા શારીરિક રીતે નબળાઈ મહેસૂસ કરવા લાગે છે અને તેઓ પહેલાની સરખામણીએ વધુ એકલાપણું અને ઉદાસીનતા મહેસૂસ કરવા લાગે છે. તેના કારણે તેઓ રાતે રડીને પોતાનું દુખ અને નિરાશા વ્યક્ત કરે છે. અનેકવાર તેઓ પોતાના ગુજરી ગયેલા સાથીઓને પણ યાદ કરીને રડે છે.
Dogs Cry at Night: રાત્રે એવું તે શું થાય છે કે રડવા લાગે છે કૂતરા? કારણ જાણીને દંગ રહી જશો
ઈજા થવાથી પણ રડે છે
એક્સપર્ટ કહે છે કે જ્યારે બીજા વિસ્તારના કૂતરા તેમના વિસ્તારમાં આવી જાય તો ત્યાંના કૂતરા રડવાનું શરૂ કરી દે છે. આમ કરીને તેઓ પોતાના વિસ્તારના કૂતરાઓને સાવચેત કરી રહ્યા હોય છે કે કોઈ અજાણ્યો કૂતરો તેમના વિસ્તારમાં ઘૂસી ગયો છે. આ સાથે જ તબિયત ખરાબ હોય કે ઈજા થઈ હોય તો પણ કૂતરા રાતે રડે છે.
રસ્તો ભટકી જાય તો રડે છે
અનેક રિસર્ચ રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે જ્યારે કૂતરા રાતે રસ્તો ભટકી જાય કે પોતાના પરિવારથી અળગા થઈ જાય તો રાત થાય ત્યારે નિરાશ થઈને જોર જોરથી રડવા લાગે છે. આ બરાબર એવી જ ભાવના હોય છે જ્યારે કોઈ મનુષ્યનું બાળક પોતાના પરિવારથી અલગ થવા પર જોર જોરથી રડવા લાગે છે.
💥ગુજરાત હાઈકોર્ટ માં 1778 જગ્યાઓ માટે ભરતી
પોસ્ટનું નામ: આસિસ્ટન્ટ
લાયકાત: જાહેરાત વાંચો
પગાર ધોરણ: રૂ.19,900 થી શરૂ
▪️ફોર્મની છેલ્લી તારીખ: 19/05/2023
0 Comments