Ad Code

Dr Ambedkar|dr babasaheb ambedkar|Symbol of Knoledge|પિતા ની સંપત્તિમાં પુત્રીને પણ પુત્ર ની સમાન જ હક આપ્યો.


ડો.આંબેડકરે ખરેખર શું  કર્યું ?

અનામત આપી ? મોટા ભાગના લોકોને આંબેડકરનો એટલો જ પરિચય છે. એમની જયંતિ નિમિત્તે થોડો સમય લઇને નીચેના વાક્યો વાંચો. તમારો અભિગમ બદલાશે. 


હિન્દૂ કોડ બિલ લખી મહિલાઓ ને અધિકાર આપ્યા.

વર્કિંગ વુમન માટે મેટરનીટી રજા ની જોગવાઈ કરી.(અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશોમાંય આ જોગવાઈ આપણાથી 15 વર્ષો બાદ થયેલી)


 કામ કરવા પર મહિલાઓને પણ પુરુષ સમાન જ વેતન મળે એ જોગવાઈ.


 પિતા ની સંપત્તિમાં પુત્રીને પણ પુત્ર ની સમાન જ હક આપ્યો.


સ્ત્રીઓને તેમની પસંદ ની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો તથા છુટ્ટા છેડા નો અધિકાર.


બાળ મજૂરી પ્રતિબંધિત કરી.


ભારતની પ્રથમ ' જળ નીતિ ' બનાવી.


વેઠ પ્રથા ' નાબૂદ કરી, મજૂરોનું કલ્યાણ કર્યું.


રિઝર્વ બેન્ક બનાવવામાં, તેના ઘડતરમાં યોગદાન.


હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ, વગેરે પરિયોજનાઓ એમના દ્વારા સૂચવવામાં આવેલી.


આઝાદી મળી એ પહેલા જ અંગ્રેજો પાસે સતત માંગણીઓ કરી કામના કલાકો - working hours - 12 માંથી 8 કરાવ્યા.

 સેન્ટ્રલ ટેક્નિકલ પાવર બોર્ડ ની સ્થાપના કરી.


કોલસાની ખાણોનો પ્રોજેક્ટ તેમના દ્વારા જ સુચવાયો.

તેમણે ત્યારેજ બિહાર અને મધ્યપ્રદેશને ચેતવ્યા હતા અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવા સૂચન કરેલું. એના 45 વર્ષ પછી છત્તીસગઢ અસ્તિત્વ મા આવ્યું.


શિક્ષકોને સૌથી વધુ પગાર આપવા ભલામણો કરી.


એ સમયમાં જ એમણે કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને બદલે જળ વિદ્યુત અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોને વિકસાવવા સૂચન કરેલું.


 પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કર્યો, 30 થી વધુ ડિગ્રીઓ મેળવી.


વિદેશ જઇ અર્થશાસ્ત્રમાં phd કરવા વાળા પ્રથમ ભારતીય.

 પીવાના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ.


તિરંગામાં અશોક ચક્ર તેમના સૂચન થી જ રખાયું હતું.


જગપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટીમાં તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના બેસ્ટમાં બેસ્ટ વિદ્યાર્થી ઘોષિત કર્યા છે.


તેમને 9 ભાષા આવડતી તથા તેઓએ જગતના લગભગ તમામ ધર્મોનો અભ્યાસ કરેલો.


ભારતનું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા - બંધારણના પિતા.


જાતિવાદ વિરુદ્ધ જીવનના અંત સુધી લડયા. કરોડો બહિષ્કૃત લોકોના તારણહાર.

 થોડા સમય પહેલા ભારતે બાંગ્લાદેશ સાથે જમીનની આપ-લે કરી. આપણા અમુક પ્રદેશ બાંગ્લાદેશને આપ્યા તથા એમના આપણે લીધા. આવુ કરવાનું સૂચન આંબેડકરે છેક 1951 માં કરેલું. પણ ત્યારની સરકાર ન માનતા એ પ્રદેશો હંમેશા વિવાદમાં રહેલા.

  • તેમણે આખું જીવન સંઘર્ષ મા વિતાવ્યું, પોતાની પત્ની તથા પુત્રો ના મૃત્યુ, પૈસાની અછત, ભેદભાવ અને અપમાનો વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એ તમામ દુઃખો તેમણે સહ્યા, અને એક માનવી જેટલી હાસિલ કરી શકે એટલી સફળતા પણ એમણે હાસિલ કરી.
  • માત્ર પછાત વર્ગ જ  નહીં પણ તમામ ભારતીયો માટે એમનું જીવન આદર્શ છે.
  • કોઈ એક વર્ગ કે વ્યક્તિઓના નહીં બાબા સાહેબ એ આખા દેશ રાષ્ટ્ર ના છે દરેક ભારતીય ને તેમના પર ગર્વ હોવો જોઈએ.
  • ક્યારેક સમય લઈ ને આંબેડકર ને વાંચશો તો એમ થશે જાણે એક નવા જ વિશ્વમાં તમે પ્રવેશી ગયા
  • સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે એમ જ બાબા સાહેબને સમજવા પહેલા જ્ઞાની બનવું પડે.
  •   જય ભારત ...જય ભીમ ... જય સંવિધાન

 કોઈ પૂછે કે કોણ હતા બાબાસાહેબ: તો  કહેજો કે.

૧. કોલમ્બિયા યુનિવર્સિટી ના ૩૦૦ વર્ષના ઇતિહાસમાં અભ્યાસ કરેલ સૌથી તેજસ્વી વિદ્યાર્થી એટલે બાબાસાહેબ.....

૨. ભારતમાંથી સૌ પ્રથમ પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરનાર ડૉકટર એટલે બાબાસાહેબ.....

૩. હજારો વર્ષો સુધી અન્યાય અને અત્યાચાર સહન કરનારાઓને અન્યાય અને અત્યાચાર માંથી મુક્તિ અપાવનાર મુક્તિદાતા એટલે બાબાસાહેબ.....

૪. ભારતીય મહિલાઓને સામાન નાગરિકત્વ અને સંપત્તિ ધારણ કરવાનો અધિકાર આપનાર એટલે બાબાસાહેબ.....

૫. ભારતના અન્ય પછાત વર્ગોના (obc)અધિકારો માટે સૌ પ્રથમ લડત લડનાર એટલે બાબાસાહેબ.....

૬. આઝાદ ભારતની શાસન નીતિ માટે વિશ્વનું અજોડ ભારતીય બંધારણ ઘડનાર ઘડવૈયા એટલે બાબાસાહેબ.....

૭. તમે જે ખેડો છો તે ખેતીની માલિકી અપાવનાર એટલે બાબાસાહેબ......

૮. દરેક મજદૂર, કર્મચારીના કામના કલાકો અને રજાઓ માટેની વ્યવસ્થા કરનાર એટલે બાબાસાહેબ.

૯. મહિલાઓ માટે પ્રસૂતિની રજાઓ અને સમાન કામ સમાન વેતન અપાવનાર નેતા એટલે બાબાસાહેબ..

૧૦. પુખ્તવય મતાધિકાર આપનાર એટલે બાબાસાહેબ..

૧૧. બાળમજૂરી પર પ્રતિબંધ મુકનાર અને સૌને શિક્ષાનો અધિકાર આપનાર એટલે બાબાસાહેબ.....

૧૨. ભારતમાં બૌદ્ધ ધર્મનું પુનઃ ઉદ્ધારણ કરનાર બૌધિસત્વ એટલે બાબાસાહેબ.


            - ડૉ.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતીની મંગલ કામનાઓ..


Post a Comment

0 Comments