Ad Code

માનવ ગરિમા યોજના અંતર્ગત વ્યવસાય માટે સહાય યોજના ફોર્મ ચાલુ |: https://esamajkalyan.gujarat.gov.in/

 

માનવ ગરિમા યોજના અંતર્ગત વ્યવસાય માટે સહાય યોજના ફોર્મ ચાલુ 

Official Website : https://esamajkalyan.gujarat.gov.in/

યોજનાનો હેતુ
  • નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.
ધંધા વ્યવસાય માટે સાધન / ટૂલકિટસ સહાય યોજનાની આજથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ

નિયમો અને શરતો
  • અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
  • અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ₹ 6,00,000 ધરાવતા હોય.
  • અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.

  • કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)

  • કડીયાકામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારીકામ
  • ધોબીકામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહી વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • મોબાઇલ રીપેરીંગ
  • હેર કટીંગ (વાળંદ કામ)

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • સ્વ ઘોષણા
  • એકરારનામું

ફોર્મ ભરવા માટે ની લિન્ક : અંહી ક્લિક કરો

Post a Comment

0 Comments