Recruitment 2023 : ITIથી લઇને ગ્રેજ્યુએટ સુધીના લોકો માટે નોકરીની સારી તક, જાણો વિગત
પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડમાં વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ માટેનું નોટિફિકેશન 27 એપ્રિલ 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યુ છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ 6 મે 2023 છે. આ માટે તમે ઓફિશિયલ વેબસાઇટ https://panchamrutdairy.org/ની મુલાકાત લઇ શકો છો.
પંચામૃત ડેરી દ્વારા કેમિસ્ટ, ટેક્નિકલ ઓફિસર, ફિલ્ડ સુપરવાઈઝર, બોઈલર અટેન્ડન્ટ, રેફ્રેજરેશન ઓપરેટર, ફિટર, પ્લાન્ટ ઓપરેટર, વેલ્ડર, એકાઉન્ટન્ટ, રિસેપ્શનિસ્ટ તથા પર્સનલ આસિસ્ટન્ટ ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. પંચામૃત ડેરીની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાતો અલગ અલગ છે
આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી તેમના કોર્સમાં મેળવેલા ગુણ તથા અનુભવના આધારે અથવા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. સંસ્થા દ્વારા ઉમેદવારની પસંદગી કઈ રીતે કરવામાં આવશે તેની જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ રીતે કરો અરજી
આ ભરતીમાં તમે ઓફલાઈન અને ઓનલાઇન બંને માધ્યમથી અરજી કરી શકો છો.
ઓનલાઇન અરજી તમે ઇમેઇલ દ્વારા કરી શકો છો જે માટે ઇમેઇલ આઈડી admin1@panchamahalunion.coop છે.
ઓફલાઈન અરજી તમે પોસ્ટ અથવા કુરિયર દ્વારા કરી શકો છો
સરનામું - મેનેજીંગ ડાયરેક્ટર, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ, લુણાવાડા રોડ, PB નંબર 37 નજીક SRP કેમ્પસ ગોધરા - 389001
તમારી અરજી 27 એપ્રિલ 2023 થી લઇ 10 દિવસની અંદર પહોંચી જવી જોઈએ.
ફોર્મ સાથે આ ડોક્યુમેન્ટ્સ મોકલવા
અરજીમાં તમારે તમારા પુરાવાઓ જેવા કે નામ તથા સરનામુ અને જન્મ તારીખ ના પુરાવા (આધારકાર્ડ),
- માર્કશીટ તથા ડિગ્રી,
- અનુભવનું સર્ટિફિકેટ,
- અનુમાનિત વેતનની રકમ,
- છેલ્લી સેલરી સ્લીપ તથા
- અન્ય જરૂરી પુરાવાઓની ઝેરોક્ષ કોપી મોકલવાની રહેશે
0 Comments