Ad Code

RTE ધોરણ 1 એડમિશન રિજેક્ટ થયેલા ફોર્મ મા સુધારા કરવા બાબત|https://rte1.orpgujarat.com/ApplicationForm/Index


RTE (Right to Education)

ધો.1 થી બાળકો ને પ્રાઈવેટ સ્કૂલમાં ફ્રી એડમિશન

(વાલીની પસંદગીની કોઈ પણ પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન)


RTE પ્રવેશ પ્રક્રિયા 2023-2024 માટે અમાન્‍ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા માટે અરજદારોને તક આપવા બાબત


સુધારા કરવા માટેની તા. : 25/04/2023 થી તા.27/04/2023


ખાસ સૂચના:- તા.૨૫/૦૪/૨૦૨૩ થી તા.૨૭/૦૪/૨૦૨૩ દરમિયાન વેબપોર્ટલ પર ઓનલાઈન અરજીની ટેબ પર ક્લીક કરી આપના અરજી ક્રમાંક અને જન્મ તારીખ વડે અરજીમાં પ્રવેશીને ડૉક્યુમેન્ટ અપલોડ પેજ પર આપની અરજી જે અધૂરા કે ખોટા ડૉક્યુમેન્ટના કારણે રિજેક્ટ થયેલ છે તે ડૉક્યુમેન્ટ દૂર (DELETE) કરી તે ડૉક્યુમેન્ટની જગ્યાએ નવેસરથી સાચું અને સ્પષ્ટ વાંચી શકાય તેવું ઓરિજિનલ ડૉક્યુમેન્ટ જ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે.

CVCV 

👉 વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો

***************************


(એડમિશન માટે બાળકની જન્મ તારીખ :  02-06-2016  થી 01-06-2017 વચ્ચેની હોવી જોઈએ. )

(એટલે કે બાળકના 6 (છ) વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ...)


ખાસ સૂચના :

ફોર્મ વ્યવસ્થિત ભર્યા પછી સંપૂર્ણ પણે ચેક કરી લેવું જેથી કઈ ભૂલ ન રહી જાય....

ફોર્મની પ્રિન્ટ આવે ત્યારે પણ એક વાર ફોર્મ વ્યવસ્થિત ચેક કરી લેવું....

અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા.

ઝાંખી અથવા વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો ફોર્મ રીજેક્ટ કરવામાં આવશે.

ડોક્યુમેન્ટ ની સાઈઝ 450KB થી વધારે હોવી જોઈએ નહિ.

જો ભાડા-કરાર (રજીસ્તર્ડ) હોય તો એક કરતા વધારે પેજ PDF ફોમેટર્માં અપલોડ કરવા જેની સાઈઝ 5 MB થી નાની રાખવી.

ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેના ના ફોર્મેટ: jpg, jpeg, png, pdf

વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની ખાસ સુચના:


>>>> આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.

>>>> તથા, રહેઠાણનો પુરાવો જો બે પેજમાં હોય તો બન્ને પેજ PDF સ્વરૂપે અપલોડ કરવાનાં રહેશે. દા.ત, ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ બન્ને પેજને PDF સ્વરૂપે ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે. માત્ર આગળનું પેજ અપલોડ કરેલ હશે તો રહેઠાણની વિગતોની ચકાસણી થઈ ન શકવાના સંજોગોમાં આપનું ફોર્મ રદ થવાપાત્ર રહેશે. જેની ખાસ નોંધ લેશો.

CVCV

>>>> સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.


શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.


10/04/2023 થી 22/04/2023 સુધી.

>>> અગત્યની તારીખો <<<

⇓⇓⇓



અરજી મંજૂર કરવાની અને રિજેક્ટ કરવાની તા. : 10/04/2023 થી 23/04/2023 સુધી. 

CVCV

::: R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ :::


૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો

૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ

૩. માતાપિતાનું આધાર કાર્ડ

૪. આવકનો દાખલો (મામલતદારનો)

૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ (કોઈ પણ એક)

૬. બેંક પાસબુક (માતા અથવા પિતા અથવા બાળકની બેન્ક પાસબુક)

૭. વિદ્યાર્થીના બે ફોટા

૮. પિતાનો જાતિનો દાખલો

૯  પાન કાર્ડ

૧૦ વોર્ડ નંબર 

૧૧ .BPL નો દાખલો (જો BPL કેટેગરીમાં આવતા હોય તો)

(નોંધ: BPL રેશન કાર્ડ માન્ય ગણવામાં આવશે નહીં.)


બધા ડૉક્યુમેન્ટ ઓરીજનલ અપલોડ કરવા


અરજી કરવા માટે અત્યાર થી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રા‌ખો.

 

👉 ફોર્મ સમયે અપલોડ કરવાના ડૉક્યુમેન્ટ : અંહી ક્લિક કરો


RTE હેઠળ ઓનલાઇન અરજીને કન્ફર્મ કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢીને આપની પાસે એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાચવીને રાખવી. આપનું ફોર્મ કોઈ પણ જગ્યાએ જમા કરાવવાનું નથી.


>>>> પાન કાર્ડ (PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ (PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે. 


👉સેલ્ફ ડિકલેરેશન ફોર્મ માટે : અંહી ક્લિક કરો


<> <> RTE સૂચના - માર્ગદર્શન માટે :અંહી ક્લિક કરો 

CVCV

>>>> આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો : અંહી ક્લિક કરો

(આ સાથે સામેલ નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે, પ્રમાણપત્રમાં દર્શાવેલ સબંધિત અધિકારી મુખ્ય સેવિકા (ICDS)ના સહી-સિક્કા સાથે આંગણવાડી કાર્યકરની સહી અને આંગણવાડીના રજીસ્ટરમાં જે-તે તારીખથી જે-તે તારીખ સુધીનો સમયગાળો સ્પષ્ટ દર્શાવેલો હોવો જોઈએ. અન્યથા આ પ્રમાણપત્ર માન્ય રહેશે નહી.)


નોંધ :

>>>> તમામ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન રહેશે વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરી ક્યાય પણ જમા કરાવવા જવાનું નથી...

>>>> જેથી કરી ફોર્મ કાળજી પૂર્વક ભરવું..., ક્યાય પણ ભૂલ ના રહે તેની કાળજી લેવી.


>>> કન્ફર્મ કરેલ અરજીમાં અરજદાર પોતાનો રજીસ્ટર મોબાઇલ નંબર બદલવા માગતા હોય તેઓ ઓનલાઈન એપ્લીકેશનમાં Edit નો ઉપયોગ કરી સુધારો કરી શકશે. નવા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર હવે પછીના મેસેજ આવશે તેનું ધ્યાન રાખવું.


<> <> વધારે માહિતી માટે : અંહી ક્લિક કરો


<> <> વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો

CVCV

Help Line

For Support: 079-39276000

(During working days - 11:00 AM to 5:00 PM)


એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

👇👇👇

https://rte.orpgujarat.com/

Post a Comment

0 Comments