છ વર્ષ પુર્ણ કરનાર બાળકને જ ધો.1 માં પ્રવેશ આપવાનાં નવા નિયમના વ્યાપક પ્રત્યાઘાતો પડી જ રહ્યા છે. ત્યારે હાઈકોર્ટમાં પહોંચેલા એક મામલામાં અદાલતે છ વર્ષ પૂર્ણ થવામાં એક દિવસ બાકી છે તેવા વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો આદેશ કર્યો છે
1લી જુને 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને ધોરણ 1 માં પ્રવેશ આપો: હાઈકોર્ટનો આદેશ
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ નીતિમાં કરવામાં આવી રહેલા સતત ફેરફારોના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ધોરણ-1માં પ્રવેશ બાબતે લેવામાં આવેલા નિર્ણયથી વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ ધોરણ-1માં પ્રવેશ માટે વય મર્યાદા પાંચ વર્ષની હતી. જે વધારીને 6 વર્ષની કરવામાં આવી છે. પરિણામે તારીખ 1 મે 2023ના રોજ જે બાળકે 6 વર્ષ પૂર્ણ કર્યા હોય એવા બાળકને જ નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 1માં પ્રવેશ અપાશે.
ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા આ ફેરફાર બે વર્ષ પહેલા કરી દેવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાકાળના કારણે સરકારે તેનો સર્ક્યુલર જ બહાર પાડયો નહતો અને હવે છેલ્લી ઘડીએ આ વર્ષે શાળાઓને આ સર્ક્યુલર મોકલવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુંઝવણમાં મુકાઇ ગયા હતા. રાજ્ય સરકારના આ નિર્ણયથી હાયર કે. જી. સેક્સનમાં અભ્યાસ કરતા ગુજરાતના લગભગ ૩ લાખ બાળકોને નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 1માં પ્રવેશ મળશે નહીં. પરિણામે આ 3 લાખ બાળકોને ઘરે બેસવું પડે અથવા તો હાયર કે. જી. રિપીટ કરવું પડે. પરિણામે વાલીઓના ખિસ્સા ઉપર તેની સીધી અસર પડશે.
આ મામલે આખા રાજ્યમાંથી વાલીઓ દ્વારા સરકારને માગ કરવામાં આવી હતી, કે નવા ફેરફારનો અમલ વર્ષ 2024થી કરવામાં આવે જેથી 3 લાખ બાળકોનું ભવિષ્ય બગડે નહીં. પરંતુ સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામાં ન આવતા 54 વાલીઓ હાઇકોર્ટ પહોંચ્યા હતા અને આ મામલે પિટિશન દાખલ કરી હતી. જેમાંથી એક પિટિશન વડોદરાના વાલી હરિઓમ ભટ્ટની હતી.
હાઇકોર્ટે હરિઓમ ભટ્ટના પુત્રને નવા શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1માં એડમિશન માટે માત્ર એક દિવસ ખુટતો હતો. તેના પુત્રની જન્મ તારીખ તારીખ 1 જુન છે. એટલે તારીખ 31મી મેના રોજ તેના 6 વર્ષ પુર્ણ થવામાં એક જ દિવસ બાકી હોવા છતાં સરકારના નિયમ પ્રમાણે શાળાએ પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી.
હાઇકોર્ટે આ કેસમાં હરિઓમ ભટ્ટના પુત્રને એડમિશન આપવા માટે રાજ્ય સરકાર અને શાળાને આદેશ કર્યો છે. બાકીની 53 પીટીશન માટે તારીખ 12 જુનના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
હાઈકોર્ટનો 3 લાખ બાળકોના વાલીઓ માટે આશા જગાવતો ચુકાદો, વાલીની પિટિશન પર આગામી 12 જૂની સુનાવણી કરાશે
ધોરણ-1માં પ્રવેશ બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે પહેલાં ધોરણમાં વિદ્યાર્થીને પ્રવેશ આપવા માટે હાઇકોર્ટે વાલીની તરફેણમાં હુકમ કર્યો છે. નોંધનીય છે કે, અગાઉ 54 વાલીઓ આ બાબતે હાઇકોર્ટમાં પહોંચ્યા હતા. જે પૈકી એક પિટીશન ઉપર કોર્ટે ચુકાદો આપ્યો છે. આગામી તારીખ 12 જુને બાકીની પીટીશનની સુનાવણી હાથ ધરાશે
હાઈકોર્ટનો 3 લાખ બાળકોના વાલીઓ માટે આશા જગાવતો ચુકાદો, વાલીની પિટિશન પર આગામી 12 જૂની સુનાવણી કરાશે
સરકારની કટ-ઓફ-ડેઈટ કરતાં તેને છ વર્ષ પૂર્ણ થવામાં માત્ર એક જ દિવસ બાકી રહે છે.બાળકના પિતા હરીઓમ ભટ્ટ દ્વારા શિક્ષણ અધિકાર કાયદા હેઠળની જોગવાઈને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. જોકે, પછી તેમના વકીલે કાયદાને પડકારવાને બદલે સ્થિતિનો મુદ્દો આગળ ધર્યો હતો.
ધો.1 માં પ્રવેશ માટે માત્ર એક જ દિવસ બાકી રહેતો હોય તો તેને લક્ષ્યમાં લીધા વિના બાળકને પ્રવેશ આપવાનો આદેશ કરવા હાઈકોર્ટમાં દાદ માંગી હતી. હાઈકોર્ટનાં જસ્ટીસ સંગીતા વિશેન દ્વારા હાઈકોર્ટે અગાઉ નિયત કરેલા સિધ્ધાંતો ટાંકયા હતા. કોઈપણ શબ્દ કે શબ્દ સમુહની બે વૈકલ્પિક વ્યાખ્યા શકય હોય અને અર્થ પણ સમાન થવા સાથે હેતુને કોઈ નુકશાન થતુ ન હોય તો વૈકલ્પિક અર્થ લાગુ કરી શકાય છે. આ તારણ દર્શાવીને હાઈકોર્ટે વડોદરાની પ્રાથમીક શાળાને પ્રવેશ આપવાનો ઈન્કાર નહી કરવાનો આદેશ કર્યો છે.
રાજય સરકાર દ્વારા ધો.1 માં પ્રવેશ માટે કટ-ઓફ-ડેઈટ (તારીખ) જાહેર કરી છે જે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો તેમાં બાળકનો જન્મ 1લી જુન 2017 ના રોજ થયો હતો.
0 Comments