Ad Code

તલાટીની પરીક્ષામાં 17 લાખ ઉમેદવારો નોંધાયા|https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

CALL LETTER DOWNLOAD LINK : CLICK HERE

સરકારે તલાટીની પરીક્ષામાં જવાબદારી સોંપતા શિક્ષકોના સમુહોમાં અત્યારે એક જ ગણગણાટ છેકે, આ વખતે વેકેશનની મજા બગડી. 


કમિશનર કચેરી અને ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા તમામ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તાલટી કમમંત્રીની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોને કલેકટર અને ડીડીઓ કચેરી લેખિત પરીક્ષા આગામી ૭મી મેના રોજ લેવાનાર છે ત્યારે આ હેઠળ ફાળવી છે.હવે કલેકટર કચેરી દ્વારા આ પરીક્ષા માટે પરીક્ષા માટે સુપરવાઈઝર, કેન્દ્ર નિયામક સહિતની વિવિધ કોલેજોમાંથી જરૂરી સ્ટાફ નક્કી કરાશે. કોલેજો ઉપરાંત સ્કૂલોના કામગીરી માટે સ્ટાફની જરૂરીયાતને પગલે ઉચ્ચ શિક્ષણ શિક્ષકોને પણ કામગીરી સોંપવામા આવી છે.


ક્યારે લેવાશે પરીક્ષા?

ઉચ્ચ શિક્ષણ કમિશનરે તમામ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોને પરીક્ષા માટે સંબંધિત કલેકટર હેઠળ ફાળવી ગ્રામપંચાયત સેક્રેટરી એટલે કે તલાટી મંત્રીની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યભરના કેન્દ્રોમાં આગામી ૭મી મેના રોજ લેવામાં આવનાર છે .

૭મીએ બપોરે ૧૨:૩૦ થી ૧:૩૦ દરમિયાન આ પરીલા લેવાનાર છે.


કેટલાં ઉમેદવારો પરીક્ષા આપશે?

આ પરીક્ષા માટે ૧૮ લાખ ઉમેદવારોમાંથી ૮ લાખથી વધુ ઉમેદવારે પરીક્ષા આપવા માટે સંમંતિ આપી હતી. અને હાલ મંડળ દ્વારા પરીક્ષાની ઓનલાઈન હૉલ ટીકિટ પણ ઈસ્યુ કરી દેવાઈ છે.જે ઉમેદવારો ડાઉનલોડ કરી શકે છે. આ પરીક્ષા માટે ઉમેદવારોના મોટા સંખ્યા સાથે કેન્દ્રોની પણ મોટી સંખ્યા હોવાથી સ્ટાફની જરૂરીયાત પણ મોટા પ્રમાણમાં ઉભી થઈ છે. જેથી ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ કચેરીઓ દ્વારા પોતાના તાબા હેઠળની સરકારી વોકેશનલ અને ટેકનિકલ કોલેજોને પરીક્ષા માટે કલેકટર હેઠળ ફાળવી છે.


ઉચ્ચ શિક્ષણ કમિશનર ક્ચેરી દ્વારા તમામ સરકારી યુનિ.ઓ અને તમામ સરકારી કોલેજોના આચાર્યો તથા ગ્રાન્ટેડ કોલેજોના આચાર્યોને પરિપત્ર કરીને જણાવવામાં આવ્યુ છે કે પરીક્ષા સંચાલન માટે વિશાળ પ્રમાણમાં કેન્દ્ર નિયામક, ઈન્વીજીલેટર, સુ૫૨વાઈઝર અને અન્ય કર્મચારી સહિતના સ્ટાફની જરૂરીયાત હોવાથી પરીક્ષાના આગળના દિવસ તથા પરીક્ષાના દિવસ એમ બે દિવસ માટે તમામ કોલેજ સંબંધિત કલેક્ટર તથા ડીડીઓના હવાલે ફાળવવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.કોલેજોના અધ્યાપકો- કર્મચારીઓ ઉપરાંત પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમકિ સ્કૂલોના શિક્ષકોને પણ જુદી જુદી કામગીરી પરીક્ષા માટે સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, શાળા-કોલેજોમાં વેકેશન શરૂ થઈ ગયું છે.

શિક્ષકો અને અધ્યાપકોની વેકેશનની મજા બગડી, રજા ટાણે સરકારે સોંપી દીધી આ મોટી જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા તલાટીની પરીક્ષા લેવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આટલા મોટા વ્યાપથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તેના મોનિટરિંગ માટે મોટા સ્ટાફની જરૂર પડે તે સ્વભાવિક છે. જેથી આ વખતે શિક્ષકો અને પ્રાધ્યાપકોનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવશે. મોટી સંખ્યામાં સ્ટાફની જરૂર હોવાથી તલાટી પરીક્ષા માટે સ્કૂલ શિક્ષકો અને કોલેજોના અધ્યાપકોને પણ કામગીરી સોંપવાનું સરકારનું આયોજન છે.

ગુજરાતમાં આગામી 7મી મે રવિવારના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા માટે કુલ 17 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

તે પૈકીમાંથી સંમતિ આપનાર 90% જેટલા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે.


પરીક્ષાની તૈયારી માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વ્યવસ્થા ગોઠવવા માટે પરીક્ષા સમિતિઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં કુલ 2694 કેન્દ્ર ઉપર પરીક્ષા લેવામાં આવશે. હાલમાં જ 3.92 લાખ વિદ્યાથીઓએ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી હતી. જો કે, તલાટીની પરીક્ષા માટે તેના કરતા બમણા ઉમેદવાર છે. જેથી પરીક્ષાના દિવસે વ્યવસ્થા જળવાય રહે અને કોઇ ગે2રીતિ ના થાય તે માટે મંડળ દ્વારા અત્યારથી સાવચેતી રખાઇ રહી છે.

પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ વખતે ઉમેદવારોની સંખ્યા વધુ છે. જુનિયર ક્લાર્કમાં 9 લાખ કરતા વધુ ઉમેદવારો નોંધાયા હતા પરંતુ પરીક્ષા 3.92 લાખ જેટલા ઉમેદવારોએ આપી હતી. તેની સામે આ વખતે પરીક્ષા માટે સંમતિ આપનારા ઉમેદવારો જ 8.64 લાખ છે. તેમાંથી 7.76 લાખ ઉમેદવારોએ કોલ લેટર પણ ડાઉનલોડ કરી લીધા છે.


હસમુખ પટેલે પરીક્ષા કેન્દ્ર દૂર ફાળવ્યા હોવાની ઉમેદવારોની ફરિયાદ અંગે જવાબ આપતા કહ્યું હતું કે, જે જિલ્લાનો ઉમેદવાર હોય તેને તે જિલ્લામાં કેન્દ્ર ફાળવાયા નથી. ઉમેદવારોના હિતમાં અને પ્રમાણિક લોકો સરકારમાં આવે તેવા પ્રયાસના ભાગરૂપે જ આ નિર્ણય લેવાયો છે.


બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી તેમને મહેસાણા, પાટણ અને અમદાવાદ સુધી કેન્દ્ર ફાળવાયા છે. પરીક્ષાના દિવસે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એસટી અને રેલવે તંત્ર યોગ્ય વ્યવસ્થા કરશે. એનજીઓ દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા અને સહયોગ કરવામાં આવે તેવી તેઓએ અપીલ કરી છે. એસટી નિગમ દ્વારા 4500 જેટલી બસ વેકેશનમાં બસોની માગ વધુ હોવા છતાં પરીક્ષા આપતા ઉમેદવારો માટે મૂકાશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય પંચાયતી વિભાગ દ્વારા આગામી 7મી મેના રોજ તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અગાઉ 17 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ફર્યા હતા. જો કે, કેબિનેટ બેઠકમાં સંમતિ પત્રનો નિર્ણય લેવામાં આવ્યા બાદ 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપવાીન તૈયારી દર્શાવી છે. જે પૈકી 90 ટકા લોકોએ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરી દીધા છે.


પેપર ફૂટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તલાટીની પરીક્ષામાં પણ ઉમેદવારને અલગ-અલગ જિલ્લાની ફાળવણી કરવામાં આવી છે. જ્યાં 2694 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે.

Post a Comment

0 Comments