Ad Code

Border Security Force|BSFમાં નોકરી કરવાની તક|BSF RECRUITMENT2023

 સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે BSFમાં નોકરી કરવાની તક

સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સે (Border Security Force, BSF) 247 પોસ્ટ પર ભરતી બહાર પાડી છે. ઈન્ટરમીડિએટમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અથવા મેથમાં અભ્યાસ કર્યો હોય, તે વિદ્યાર્થી આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. જેમાં વિદ્યાર્થીએ ઓછામાં ઓછા 60 ટકા અથવા તેનાથી વધુ ગુણ મેળવેલા હોવા જરૂરી છે અથવા ITI કરેલું હોવું જરૂરી છે.

BSF RECRUITMENT2023

પરીક્ષા તારીખ

આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 મે, 2023 છે. આ તારીખ ચૂક્યા બાદ અરજી સ્વીકારવામાં નહીં આવે. આ ઉપરાંત કોઇ પણ ખામીયુક્ત ફોર્મ સ્વીકારવામાં નહીં આવે. આ ભરતી માટે સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા લેવામાં આવી શકે છે.

વય મર્યાદા

અરજી કરનારા ઉમેદવારો માટે અમુક વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષ હોવી જોઈએ. ભારત સરકારના નિયમ અનુસાર, અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. વધુ જાણકારી માટે તમે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઇને નોટિફીકેશન ચેક કરી શકો છો.

ભરતી


હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર માટે 217 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. હેડ કોન્સ્ટેબલ રેડિયો મિકેનિક માટે 30 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ માટે સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ ન કર્યો હોય, તો ITI પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવારે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષની તાલીમ લીધેલી હોવી જોઈએ.


અરજી ફી


આ પોસ્ટ માટે જનરલ, OBC, EWS ઉમેદવારોએ 100 રૂપિયા ફી ભરવાની રહેશે. SC, ST, મહિલા અને વિકલાંગ ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ભરવાની રહેશે નહીં.


પગાર ધોરણ


સેન્ટ્રલ ગવર્નમેન્ટ જોબની શ્રેણીમાં આ નોકરી યોગ્ય માનવામાં આવે છે. આ ક્ષેત્રે નોકરી મેળવનાર ઉમેદવારને તમામ એલાઉન્સ સાથે માસિક 50,000 રૂપિયા વેતન આપવામાં આવે છે.


આ પણ વાંચો - હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન NHSRCLમાં થઈ રહી છે ભરતી, મળશે લાખો રૂપિયાનો પગાર


પસંદગી પ્રક્રિયા


આ પોસ્ટ માટે ઉમેદવારની લેખિત પરીક્ષા, શારીરિક માપદંડ અનુસાર પરીક્ષા અને ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન બાદ પસંદગી કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા સંબંધિત તમામ જાણકારી અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

અરજી પ્રક્રિયા


- સૌ પ્રથમ અધિકૃત વેબસાઇટ ઓપન કરો અને તેમાં હેડ કોન્સ્ટેબલ રિક્રૂટમેન્ટ લિંક પર ક્લિક કરો.


- હવે તમારી પર્સનલ ડિટેલ્સ એન્ટર કરો અને ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.


- ત્યાર બાદ ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરો.


- ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લેવા માટે આ ફોર્મની એક કોપી તમારી પાસે જરૂરથી રાખશો.

Post a Comment

0 Comments