નિયામક, વિકસિત જાતિ કલ્યાણ દ્વારા શાળાઓમા પ્રવેશ શરૂ
Official Website : CLICK HERE
નિયામક, વિકસિત જાતિ કલ્યાણ દ્વારા શાળાઓમા પ્રવેશ શરૂ.
આ શાળાઓમા વિધ્યાર્થી ઓને શિક્ષણ, નિવાસ, ભોજન, ગણવેશ, બુટ - મોજા, સ્ટેશનરી વિવિધ સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે.આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીએ ધ્યાનમાં લેવાની બાબત
- અરજી કરતા પહેલા વિદ્યાર્થીએ www.esamajkalyan.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ સુચનાઓ ધ્યાને લેવી.
- વિદ્યાર્થીએ સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ પિતા/વાલીની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
- અરજીમાં અધૂરી વિગતો દર્શાવેલ હોય તેમજ માંગવામાં આવેલ ડોક્યુમેન્ટ અધૂરા હશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહી.
- અરજી સબમીટ કર્યા બાદ અરજીમાં સુધારા/વધારા થઈ શકશે નહી.
આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટેના માપદંડ
- આદર્શ નિવાસી શાળાઓમાં ધો.૯, ૧૦ અને ૧૨ માં પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે.
- પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં-ઓછા ૫૦% ગુણ મેળવેલ હોવા જરૂરી છે.
- કન્યાઓના કિસ્સામાં ૪૫% ગુણ મેળવેલ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકાશે.
- અનુ. જાતિ/અનુ. જન જાતિ/સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત/અતિ પછાત/વિચરતી વિમુકત જાતિના બાળકો તેમજ અપંગ, વિધવા તથા ત્યક્તા બહેનોના બાળકોના કિસ્સામાં ગત વર્ષના પરીણામમાં ૪૫% ગુણ મેળવેલ અરજદારો અરજી કરી શકશે.
- વિદ્યાર્થીના પિતા/વાલીની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- સુધીની હોય તેઓ અરજી કરી શકશે.
- પ્રવેશ માટે મળેલ અરજીઓ મુજબ ગુણના આધારે મેરીટ પ્રમાણે તથા સરકારશ્રીની વખતોવખતની સૂચના પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.
- (૧) કુમાર માટેની આદર્શ નિવાસી શાળાનું લીસ્ટ: અંહી ક્લિક કરો
- (૨) ક્ન્યા માટેની આદર્શ નિવાસી શાળાનું લીસ્ટ : અંહી ક્લિક કરો
- (3) આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પાળવાના નિયમો : અંહી ક્લિક કરો
ફોર્મ તારીખ : 30/04/2023 થી 30/05/2023 સુધી...
APPLY LINK : CLICK HERE
👉 વેબ સાઇટ માટે : CLICK HERE
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx
0 Comments