Ad Code

DGHS Recruitment 2023|dghs Bharati|DIRECTORATE GENERAL OF HEALTH SERVICES|https://hlldghs.cbtexam.in/Home/index.html

સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયે ગુર્પ બી અને ગ્રુપ સી પદો પર ભરતી કાઢી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય તેઓ ડીજીએચએસની અધિકૃત વેબસાઈટ hlldghs.cbtexam.in ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 10 નવેમ્બરથી શરૂ થઈ હતી અને 30 નવેમ્બર 2023ના રોજ સમાપ્ત થશે.

આ ભરતી અભિયાન દ્વારા સંગઠનમાં 487 જગ્યાઓ ભરવામાં આવશે. ભરતી અંગે તમામ વિગતો આ લેખમાં જાણો. 

ધોરણ 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ માટે...સ્વાસ્થ્ય મંત્રાલયમાં નોકરીની તક, 1.42 લાખ રૂપિયા પગાર

મહત્વપૂર્ણ તારીખો

  • અરજી પ્રક્રિયા શરૂ થવાની તારીખ: 10 નવેમ્બર 2023
  • અરજી કરવા માટે છેલ્લી તારીખ: 30 નવેમ્બર 2023
  • ઓનલાઈન ફી ચૂકવવાની છેલ્લી તારીખ: 1 ડિસેમ્બર 2023
  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની સંભવિત તારીખ: ડિસેમ્બર 2023નું પહેલું અઠવાડિયું
  • કોમ્પ્યુટર આધારિત પરીક્ષાનું શેડ્યુલ: ડિસેમ્બર 2023નું બીજું સપ્તાહ
  • રેંક લિસ્ટની જાહેરાતની સંભવિત તારીખ: ડિસેમ્બર 2023નું ત્રીજુ અઠવાડિયું

ઓફિસિયલ વેબ સાઇટ : અંહી ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરવા માટે ની લિંક : અંહી ક્લિક કરો
નોટિફિકેશન વાંચવા માટે : અંહી ક્લિક કરો



યોગ્યતા

  • આ પદો માટે જે ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તેમને જણાવી દઈએ કે આ પદો માટે એકેડેમિક ક્વોલિફિકેશન અલગ અલગ છે. આ માટે તમે નોટિફિકેશન ચેક કરી શકો છો. 


સિલેક્શન પ્રોસેસ

  • સિલેક્શન પ્રોસેસમાં કોમ્પ્યુટર આધારીત પરીક્ષણ સામેલ હશે. સફળ ઉમેદવારો પાસે જરૂરી મૂળ પાત્રતા પ્રમાણપત્ર/ દસ્તાવેજોનો સંગ્રહ અને તેની ખરાઈ સીબીઈ બાદ કરવામાં આવશે. 

એપ્લિકેશન ફી

  • અરજી ફી 600 રૂપિયા છે. અનામત માટે પાત્ર મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને પીડબલ્યુબીડી સાથે સંબંધિત ઉમેદવારોને ફીની ચૂકવણીમાં છૂટ આપવામાં આવી છે. ફીની ચૂકવણી BHIM UPI, નેટ બેંકિંગ, વિઝા, માસ્ટરકાર્ડ, મેસ્ટ્રો, રૂપે ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ઓનલાઇન કરી શકાય છે. 


MoHFW Recruitment 2023: 

કેટલો પગાર મળશે


  • પે લેવલ 1- (18,000 થી 56,900 રૂપિયા)
  • પે લેવલ 2- (19,900 થી 63,200 રૂપિયા)
  • પે લેવલ 3- (21,700 થી 69,100 રૂપિયા)
  • પે લેવલ 4- (25,500 થી 81,100 રૂપિયા)
  • પે લેવલ 5- (29,200 થી 92,300 રૂપિયા)
  • પે લેવલ 6- (35,400 થી 1,12,400 રૂપિયા)
  • પે લેવલ 7- (44,900 થી 1,42,400 રૂપિયા)


પરીક્ષાનું માળખુ

  • કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં 60 ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નોવાળું એક પેપર સામેલ હશે, દરેક પ્રશ્ન 4 નંબરનો હશે. ઉમેદવારો પાસે પરીક્ષા પૂરી કરવા માટે 60 મિનિટનો સમય હશે. તમામ પ્રશ્નો ઓબ્જેક્ટિવ મલ્ટીપલ ચોઈસમાં હશે. પરીક્ષા અંગ્રેજી અને હિંદી બંને ભાષાઓમાં આયોજિત કરાશે. દરેક ખોટા જવાબ બદલ 1 નંબરનું નેગેટિવ માર્કિંગ કરાશે. 

MoHFW Recruitment 2023: આ રીતે કરો અરજી


  • સૌથી પહેલા અધિકૃત વેબસાઈટ hlldghs.cbtexam.in પર જાઓ. 
  • ત્યારબાદ 'recruitment' લિંક પર ક્લિક કરો. 
  • ત્યારબાદ પોતાના પર્સનલ અને એકેડેમિક ડિટેલ સાથે અરજી ફોર્મ ભરો. 
  • ત્યારબાદ અપાયેલા નિર્દેશો મુજબ ફોટો અને સાઈન સહિત જરૂરી ડોક્યુમેન્ટ જમા કરો.

Post a Comment

0 Comments