Ad Code

SHORT OF THE CENTURY|ICC World Cup 2023|International Cricket Council|ICC MENS WORLD CUP 2023|SHORT OF THE CENTURY

ઓસ્ટ્રેલિયાના  ગ્લેન મૅક્સવેલ મંગળવારે (૭ નવેમ્બરે) વાનખેડે સ્ટેડિયમમાં મલ્ટિપલ ક્રૅમ્પ્સની તકલીફ છતાં ક્રિકેટના ઇતિહાસની સર્વશ્રેષ્ઠ ઇનિંગસ રમ્યો એ જ દિવસે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વિરાટ કોહલીના ૨૦૨૨ના ટી૨૦ વર્લ્ડ કપના પાકિસ્તાન સામેની મૅચની એક સિક્સરને 'શૉટ ઑફ ધ સેન્ચુરી' તરીકે ઘોષિત કર્યો હતો.

નવાઝની ૨૦મી ઓવરમાં ભારતની જીત

૨૦૨૨ની ૨૩ ઑક્ટોબરે મેલબર્નની ગ્રુપ મૅચમાં પાકિસ્તાને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૯ રન બનાવ્યા બાદ ભારતે છેલ્લા બૉલે ૧૬૦/૬ના સ્કોર સાથે રોમાંચક મૅચ જીતી લીધી હતી. મોહમ્મદ નવાઝની ૨૦મી ઓવરમાં હાર્દિક પંડ્યા ૪૦ રને આઉટ થયા પછી દિનેશ કાર્તિક પાંચમા બૉલે ફક્ત એક રન બનાવીને સ્ટમ્પ-આઉટ થયો હતો. ભારતને જીતવા માટે બે રનની જરૂર હતી. જોકે પછીનો નવાઝનો બૉલ વાઇડ હતો અને ત્યાર પછીના રેગ્યુલર બૉલમાં અશ્વિને એક રન બનાવીને ભારત માટે મૅચને યાદગાર બનાવી દીધી હતી.

#SHORTOFTHECENTURYBYICC


સુપર સિક્સર પછી ફરી સિક્સર

કોહલી (૮૨ અણનમ, ૫૩ બૉલ, ચાર સિક્સર, છ ફોર)એ એમાં અવિસ્મરણીય છગ્ગાની મદદથી બાજી પલટાવીને ભારતને વિજયપથ પર લાવી દીધું હતું. ૧૯મી ઓવર હૅરિસ રઉફે કરી હતી જેના પાંચમા બૉલમાં (લેન્ગ્થ બૉલમાં) કોહલીએ રઉફના જ માથા પરથી સ્ટ્રેઇટ સિક્સર ફટકારી હતી. કોહલીએ પછીના બૉલમાં કાંડાની કરામતથી ફાઇન લેગ પરથી છગ્ગો ફટકારી દીધો હતો.


ત્યારે એ વર્લ્ડ કપમાં રઉફના પાંચમા બૉલમાં કોહલીએ ફટકારેલી સિક્સરવાળા શૉટને સર્વશ્રેષ્ઠ ગણાવાયો હતો, પરંતુ મંગળવારે (૭ નવેમ્બરે) આઇસીસીએ એને ‘શૉટ ઑફ ધ સેન્ચુરી’ ગણાવીને (તાજેતરમાં સચિન જેટલી ૪૯ સેન્ચુરી ફટકારનાર) કોહલીની યશકલગીમાં વધુ એક પીછું ઉમેર્યું હતું. કોહલીએ તાજેતરમાં ૩૫મો બર્થ-ડે ઊજવ્યો અને આઇસીસીએ તેના એ જન્મદિનના અવસરને ધ્યાનમાં રાખીને ‘શૉટ ઑફ ધ સેન્ચુરી-મેકર’નું ગૌરવ આપ્યું. નવાઈની વાત એ છે કે હૅરિસ રઉફનો એ જ દિવસે (૭ નવેમ્બરે) ૩૦મો જન્મદિન હતો. એ રીતે, કોહલીના જન્મદિનને આઇસીસીએ યાદગાર બનાવ્યો, પરંતુ રઉફનો બર્થ-ડે બગડ્યો, કારણકે એ જ દિવસે તે ખરાબ રેકૉર્ડ-બુકમાં આવી ગયો હતો.

‘બૉલ ઑફ ધ સેન્ચુરી’ વૉર્નનો

અહીં ઉલ્લેખનીય છે કે ‘બૉલ ઑફ ધ સેન્ચુરી’ સદ્ગત શેન વૉર્નના નામે છે. એ ‘ગૅટિંગ બૉલ’ તરીકે પણ ઓળખાય છે. ૧૯૯૩ની ૪ જૂને મૅન્ચેસ્ટરની ઍશિઝ ટેસ્ટમાં વૉર્ને ઇંગ્લૅન્ડના માઇક ગૅટિંગને ચક્કર ખવડાવતો જે બૉલ ફેંક્યો હતો અને તેની વિકેટ લીધી હતી એ ‘બૉલ ઑફ ધ સેન્ચુરી’ તરીકે ઓળખાય છે.

આઇસીસી કોહલીનો બર્થ-ડે ઊજવવા ગઈ ત્યાં રઉફનો જન્મદિન બગડ્યો!


ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું


ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડે શ્રીલંકા ક્રિકેટનું ICC સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. ICC બોર્ડની આજે બેઠક મળી હતી અને નિર્ણય લીધો હતો કે શ્રીલંકા ક્રિકેટ સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તેની ફરજો યોગ્ય રીતે નિભાવી રહ્યું નથી. આ પછી ICCએ આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરી છે.

ICC ક્રિકેટ ODI વર્લ્ડ કપ 2023માં શ્રીલંકન ક્રિકેટ ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ ઉભો થયેલો વિવાદ હવે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પર પડ્યો છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શ્રીલંકા ક્રિકેટની ICC સદસ્યતા સસ્પેન્ડ કરી દીધી છે. હવે શ્રીલંકાની ટીમ ICC અંતર્ગત આયોજિત કોઈપણ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. આ બધુ શ્રીલંકાની સરકાર દ્વારા ક્રિકેટમાં દખલ કર્યા બાદ થયું છે.

ઉલ્લેખનીય છે કે જો ICC દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ શ્રીલંકા ક્રિકેટનું આ સસ્પેન્શન વધુ સમય સુધી ચાલુ રહેશે તો તેને આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપમાંથી બહાર થવું પડશે. કારણ કે T20 વર્લ્ડ કપ 2024 ICC ટૂર્નામેન્ટ છે. આવી સ્થિતિમાં, આ ટૂર્નામેન્ટમાં ફક્ત ICCની સભ્યપદ ધરાવતી ટીમો જ ભાગ લઈ શકે છે.


શ્રીલંકાને મોટો ફટકો: શ્રીલંકાની ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023માં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે ICCનો આ મોટો નિર્ણય ક્રિકેટ બોર્ડમાં શ્રીલંકા સરકારની દખલગીરી બાદ આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પહેલાથી જ સંકટનો સામનો કરી રહ્યું હતું. હવે ICCએ તેને વધુ એક મોટો ઝટકો આપ્યો છે.


શ્રીલંકા ક્રિકેટ ટીમે ICC વર્લ્ડ કપ 2023માં 9 મેચ રમી અને માત્ર 2 મેચ જીતી. આ સિવાય તેને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાની ટીમ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને 302 રને હરાવ્યું હતું. ખુદ શ્રીલંકન ટીમના ખેલાડીઓ આ વખતે પ્રદર્શનથી નિરાશ છે.

#ICCWorldCup2023 

Post a Comment

0 Comments