Ad Code

TATA IPO LISTING|TATA SHARE PRICE TODAY|TATA COMPANY SHARE PRICE TODAY

રૂ. 500માં અપાયેલા શેરનું રૂ. 1200માં લિસ્ટિંગ થયા બાદ ભાવ રૂ.1400 સુધી પહોંચ્યો

ટાટા ગ્રુપ પર રોકાણકારોએ દર્શાવેલો વિશ્વાસ સવાયો સાર્થક થયો છે. ટાટા ટેકનોલોજીના આઇપીઓએ રોકાણકારોની ઝોળી છલકાવી દીધી છે. 140% ઊંચા ભાવે લિસ્ટિંગ થયા બાદ ઉઘડતી બજારે શેરનો ભાવ 175 ટકા સુધી ઊંચકાયો હતો.માત્ર એક જ સપ્તાહમાં રોકાણકારોની મૂડી અઢી ગણીથી પણ વધી જવા પામી છે.ગંધારનું પણ શાનદાર લિસ્ટિંગ થયું છે જો કે અપેક્ષા મુજબ ફેટ બેંક ફાઇનાન્સિયલ માઈનસમાં ખુલ્યો હતો.ટાટાએ રોકાણકારોને રાજીના રેડ કરી દીધા છે.

ટાટા ટેકના આઈપીઓમાં જે નસીબદારને એલોટમેન્ટ મળ્યું છે તેને બમ્પર નફો થયો છે. ટાટા ટેકનોલોજીનું આજે શેરબજારોમાં શાનદાર ભાવે લિસ્ટિંગ થયું છે. મૂળ કિંમતના 140 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ કર્યું હતું. શેરે એનએસસી પર રૂ. 1,200 અને બીએસસી પર રૂ. 1,199.95 પર ટ્રેડિંગ શરૂ કર્યું, જ્યારે તેની ઇશ્યૂ કિંમત રૂ. 500 હતી.

ટાટા ટેકનો રૂ. 3,042.51 કરોડનો આઇપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. આ આઇપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને 64.43 વખત સબસ્ક્રાઇબ થયા બાદ ઇશ્યુ બંધ કરવામાં આવ્યો હતો.રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો


રોકાણકારોએ ટાટા ટેકનોલોજીમાં ઘણો રસ દાખવ્યો હતો અને કંપનીના 4,50,29,207 શેરની સામે 3,12,63,97,350 શેર માટે બિડ મળી હતી. છૂટક રોકાણકારોએ તેમનો હિસ્સો 16.50 ગણો, લાયકાત ધરાવતા સંસ્થાકીય રોકાણકારોએ 203.41 ગણો અને બિન-સંસ્થાકીય રોકાણકારોએ 62.11 વખત સબસ્ક્રાઇબ કર્યો છે. કંપનીના કર્મચારીઓના શેર 3.70 ગણા અને શેરધારકોના 29.19 વખત સબસ્ક્રાઇબ થયા છે. આ આઇપીઓ 22 થી 24 નવેમ્બર વચ્ચે રોકાણકારો માટે ખુલ્લો હતો. કંપનીએ તેની પ્રાઇસ બેન્ડ રૂ. 475 થી રૂ. 500 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરી હતી.


આજે સવારે સાચા ટેકનોલોજી નું લિસ્ટિંગ 1200 રૂપિયાના ભાવે થયા બાદ 1400 રૂપિયા સુધી શેરનો ભાવ પહોંચ્યો હતો રોકાણકારોના જબરો નફો થયો છે.

TATAના IPOની ધમાકેદાર એન્ટ્રી, લિસ્ટિંગના પ્રથમ દિવસે જ રોકાણકારોના પૈસા ડબલ, 140 ટકાનો થયો નફો

 ટાટા ગ્રુપના મોસ્ટ અવેટેડ ટાટા ટેકનોલોજીનો આઇપીઓ 30 નવેમ્બરે બીએસઇ અને એનએસઇ પર લિસ્ટ થઇ ગયો છે. કંપનાના શેરોની શાનદાર લિસ્ટિંગ થઇ છે. બીએસઇ પર ટાટા ગ્રુપનો આ શેર 140 ટકા પ્રીમિયમ સાથે 1199.95 રૂપિયા પર લિસ્ટ થયો છે. મહત્ત્વપૂર્ણ છે કે ટાટા ટેકનોલોજીના આઇપીઓની પ્રાઇસ બેન્ડ 475-500 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

મહત્ત્વપૂર્ણ છે કે 18 વર્ષ પછી ટાટા ગ્રુપની કોઇ કંપનીનું શેર બજારમાં લિસ્ટિંગ થયું છે. આ પહેલા 2004માં ટાટા કંસલ્ટન્સી સર્વિસ (TCS)ના શેરની લિસ્ટિંગ થઇ હતી.


રોકાણકારો પાસેથી સારો રિસ્પોન્સ મળ્યો

મહત્ત્વપૂર્ણ છે કે ટાટા ટેકનોલોજીના આઇપીઓને રોકાણકારો દ્વારા સારો રિસ્પોન્સ મળ્યો હતો. IPOના ત્રીજા દિવસે 69.4 ગણુ સબ્સક્રાઇબ કરવામાં આવ્યું હતું. તેને રેકોર્ડ 73.6 લાખ એપ્લીકેશન મળ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે IPO 22 નવેમ્બરથી ખુલીને 24 નવેમ્બરે બંધ થયુ હતું. કંપનીએ 3042 કરોડ રૂપિયા ભેગા કરવા માટે IPO લૉન્ચ કર્યો હતો.


ટાટા ટેકનો આઇપીઓ પુરી રીતે પ્રમોટર અને રોકાણકારો દ્વારા 6.09 કરોડ ઇક્વિટી શેરના વેચાણની રજૂઆત છે. ઓએફએસમાં 60,850,278 શેર સામેલ છે જેમાં પ્રમોટર ટાટા મોટર્સ લિમિટેડ દ્વારા 46,275,000 શેર સુધીના વેચાણ, રોકાણકાર અલ્ફા ટીસી હોલ્ડિંગ દ્વારા 9,716,853 શેર અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ દ્વારા 4,858,425 ઇક્વિટી શેર સુધીનું વેચાણ સામેલ 

Post a Comment

0 Comments