UPI Refund: ભૂલથી કોઇ અન્ય એકાઉન્ટમાં રૂપિયા થઇ ગયા છે ટ્રાન્સફર? આ રીતે મેળવો પરત
UPI Refund: ઘણી વખત ભૂલથી અથવા ઉતાવળમાં પેમેન્ટ્સ કરતી વખતે રૂપિયા ખોટા અથવા અન્ય ખાતામાં ટ્રાન્સફર થઇ જતા હોય છે. આ કોઈની પણ સાથે થઈ શકે છે. જો તમારી સાથે પણ આવું થયું હોય અને તમે ચિંતિત રહો છો કે તમારા પૈસા પાછા નહીં મળે તો. તમારી સમસ્યાના ઉકેલ માટે અમે તમને એક એવી પ્રોસેસ વિશે જણાવીશું જેના દ્ધારા તમે તમારા પૈસા પાછા મેળવી શકશો.
આ માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
આ માટે તમે તરત કસ્ટમર કેરમાં ફોન પણ કરી શકો છો. આવી સ્થિતિમાં બેન્ક તમારી પાસેથી ટ્રાજેક્શનની તારીખ, સમય અને એકાઉન્ટ નંબર જેવી કેટલીક વિગતો માંગે છે. આ બધી વિગતો બેન્કને આપો. અહીં અમે તમને ભૂલથી ટ્રાન્સફર કરેલા પૈસા પાછા મેળવવાની પ્રોસેસ જણાવી રહ્યા છીએ.
ભૂલથી ટ્રાન્સફર કરેલા પૈસા કેવી રીતે પાછા મેળવશો
-આ માટે સૌથી પહેલા NPCIની વેબસાઈટ પર જાવ અને ગેટ ઇન ટચના ઓપ્શન પર ક્લિક કરો.
-આ પછી UPI ફરિયાદનો વિકલ્પ પસંદ કરો, ટ્રાન્જેક્શન પર ક્લિક કરો.
-ફરિયાદ વિભાગમાં Incorrectly transferred to another account વિકલ્પ પસંદ કરો.
-હવે અહીં તમારું UPI ટ્રાન્જેક્શન ID, બેન્કનું નામ, વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ, ટ્રાન્જેક્શનની રકમ, ટ્રાજેક્શનની તારીખ, ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર સહિતની વિગતો સાવધાનીપૂર્વક ભરો
-આ પછી તમારી બેન્ક વિગતોનો સ્ક્રીનશોટ અપલોડ કરો જે ટ્રાજેક્શન માટે તમારા ખાતામાંથી કાપવામાં આવેલી રકમ દર્શાવે છે.
-બધી ભરેલી વિગતો કાળજીપૂર્વક તપાસો અને પોતાની ફરિયાદને ચેક કર્યા બાદ સબમિટનો ઓપ્શન પર ક્લિક કરો.
-NPCI તમારી ફરિયાદની તપાસ કરશે અને થોડા દિવસોમાં તમારો સંપર્ક કરશે.
આ સિવાય તમે તમારી બેન્કની મુલાકાત પણ લઈ શકો છો. જો આ બંને પ્રક્રિયા પછી પણ કોઈ જવાબ ન મળે, તો તમે Banking Ombudsman ને મેઈલ કરી શકો છો.
તમે તમારી ફરિયાદ સાદા કાગળ પર લખી શકો છો અને તેને Banking Ombudsmanને મોકલી શકો છો. તમે આ ઓનલાઈન https://cms.rbi.org.in પર અથવા crpc@rbi.org.in પર Banking Ombudsman ને ઈમેલ મોકલીને પણ કરી શકો છો. વેબસાઇટ પર ફરિયાદની વિગતો સાથેનું એક ફોર્મ પણ આપવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર બેન્કની ડિઝિટલ ફરિયાદોની તપાસ કરવામાં આવે છે અને તેનું નિરાકરણ કરવામાં આવે છે. આ બેન્ક તમારા વિસ્તારમાં હોવી જોઈએ અને તમારું ખાતું પણ હોવું જોઈએ.
0 Comments