Ad Code

Gujarat Weather Forecast Update|GUJARAT FORECAST CONDITION|ATMOSPHERE OF GUJRAT TODAY|Gujarat Weather Update TODAY

આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં વરસશે વરસાદ, જાણો હવામાન વિભાગની આજની આગાહી

અમદાવાદ: રાજ્યમાં હાલ ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરી છે. જેમાં તેમણે કેટલીક જગ્યા પર કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે.

  અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ આજે હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે પરંતુ એકાદ જગ્યાએ છૂટોછવાયો હળવો વરસાદ થઇ શકે છે.

વધારે વરસાદ થવાની શક્યતા નથી.

મનોરમા મોહન્તીએ એમ પણ જણાવ્યુ છે કે, આજે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, અમરેલી, પોરબંદર, દ્વારકા, કચ્છમાં ઘણો જ સામાન્ય વરસાદ થવાની આગાહી છે.

 

ડિસેમ્બરમાં કમોસમી વરસાદ થવાનું કારણ જણાવતા તેમણે કહ્યુ કે, હાલ પવન અરબી સમુદ્રમાંથી ભેજ લઇને આવે છે જેના કારણે આ વરસાદ થઇ શકે છે. પરંતુ પવનની ગતિ પણ વધારે છે જ, વાદળો બનશે પરંતુ બહું જલ્દી વાદળો જતા પણ રહેશે. આ દરમિયાન એકાદ જગ્યામાં સામાન્ય વરસાદ થઇ શકે તેવું થઇ શકે છે.


 

રાજ્યના તાપમાન અંગે જણાવ્યુ કે, ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે અમદાવાદમાં 15.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તાપમાનાં હાલ કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જ્યારે ત્રણ ચાર દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. જે બાદ તાપમાનનો પારો વધશે અને ગરમી વધશે.

 

આ સાથે તેમણે માવઠા અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા ઘણી ઓછી છે. છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા પણ ઘણી ઓછી છે. રાજ્યમાં હાલ પૂર્વ-ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઇ રહ્યા છે જ્યારે અપર લેવલમાં જે ભેજ આવી રહ્યો છે તે અરબી સમુદ્રમાંથી આવી રહ્યો છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ થવાની શક્યતા ઘણી જ ઓછી છે. ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા

હવામાન વિભાગે આજે કરેલી આગાહી અનુસાર, આજે 19 ડિસેમ્બર અને આવતીકાલે 20 ડિસેમ્બરના સવારના 8.30 વાગ્યા સુધીમાં રાજકોટ, અમરેલી, પોરબંદર અને દ્વારકા ઉપરાંત કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઇ શકે છે. આ સાથે હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છેકે, આગામી બે-ત્રણ દિવસ રાજ્યના હવામાનમાં કોઇ મોટો ફેરબદલ થવાની શક્યતા નથી. ત્યારબાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો નોંધાઈ શકે છે.


આજે કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન

  • આજના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં 15.5 ડિગ્રી, 
  • ડીસામાં 12.8, 
  • ગાંધીનગરમાં 14, 
  • વલ્લભ વિદ્યાનગરમાં 15,
  •  વડોદરા 14.6,
  •  સુરતમાં 20.8,
  •  વલસાડમાં 19.8,
  •  નલિયામાં 11.8, 
  • કંડલા પોર્ટમાં 16.6, 
  • દ્વારકમાં 18.4, 
  • ઓખામાં 21.8, 
  • ભાવનગરમાં 19.5,
  •  અમરેલીમાં 16, 
  • રાજકોટમાં 15.4, 
  • પોરબંદરમાં 19.5, 
  • વેરાવળમાં 20.3, 
  • સુરેન્દ્રનગરમાં 14.8, 
  • મહુવામાં 18.3 
  • કેશોદમાં 15.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

Gujarat Weather Forecast Update: સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી માવઠાનું સંકટ છવાયું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માંડ ઠંડી જામી છે ત્યાં માવઠાના કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવી રહ્યાં છે.

Gujarat Weather Update

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી માવઠાનું સંકટ, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં પડી શકે છે કમોસમી વરસાદ

Post a Comment

0 Comments