સહારાની સહકારી સમિતિઓમાં તમે પણ રૂપિયા લગાવ્યા અને સરકારના પોર્ટલ પર રિફંડ માટે અરજી કરી, પરંતુ 45 દિવસ વિત્યા બાદ પણ રૂપિયા નથી આવ્યા. તો તમારે પરેશાન થવાની જરૂર નથી. આવા રોકાણકારોને ફરીથી રિફંડ માટે અરજી કરવી પડશે. અરજી કરવાની રીત પહેલાની જેમ જ ગશે. જો તમારા દસ્તાવેજમાં કોઈ પ્રોબલમ હશે, તો તમને તે વિશે મેઈલ મળ્યો હશે
તમે તે ભૂલોને સુધારીને ફરીથી અરજી કરી શકો છો. હવે પોર્ટલ પર 19,999 રૂપિયા માટે પણ અરજી કરી શકે છે. આવું સહારા રિફંડના દ્વારા બનાવવામાં આવેલા પોર્ટલ પર લખવામાં આવ્યું છે.
સહારા પોર્ટલ પર આપી જાણકારી
સહારા પોર્ટલ પર જાણકારી પ્રમાણે, જમાકર્તા 19,999 રૂપિયા સુધીના રિફંડ માટે અરજી કરી શકેછે. જો આ રકમ વધે છે, તો તેની જાણકારી અપડેટ કરી દેવામાં આવશે. સહારા પોર્ટલ પર તે પણ લખ્યું છે કે, જો તમારા રૂપિયા 45 દિવસની અંદર મળ્યા નથી, તો ફરીથી અરજી કરી શકો છો. જો તમારી પાસે પેમેન્ટ ન હોવાનું કારણ લખેલું આવી રહ્યું છે, તો તેને ઠીક કરીને તમે ફરીથી અરજી કરી શકો છો.
સહારા રિફંડ માટે અહીં કરવી પડશે અરજી
ડિપોઝિટર્સે https://mocrefund.crcs.gov.in/ પર જવું પડશે. અહીં તમારો 12 ડિજિટનો મેમ્બરશીપ નંબર, આધારના અંતના 4 આંકડા, આધાર નંબરથી લિંક મોબાઈલ નંબર આપવો પડશે, જેના પર ઓટીપી આવી શકે. ક્લેમ્સ વિગતો પણ ભરવી પડશે. હવે તમારું ફોર્મ તૈયાર છે અને આમાં બધી જાણકારી ભરી દો. તમારો ફોટો લગાવો અને ક્લેમ ફોર્મ પર સાઈન કરી દો. ક્લેમ ફોર્મને અપલોડ કરી દો. તેની સાથે તમારા પાન કાર્ડના ફોટોને ડોક્યૂમેન્ટની સાથે અપલોડ કરીને સબમિટ કરી દો. 50,000 રૂપિયાથી ઉપર ક્લેમ મેળવવા માટે પાન કાર્ડ અનિવાર્ય છે. રિફંડ ડિપોઝિટર્સના એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે.
સહારાની આ સોસાયટીમાં રૂપિયા લગાવનારા રોકાણકારોને રૂપિયા મળ્યા પરત
1. સહારા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ
2. સહારાયન યૂનિવર્સલ મલ્ટીપર્પજ સોસાયટી લિમિટેડ
3. હમારા ઈન્ડિયા કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ
4. સ્ટાર્સ મલ્ટીપર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ
45 દિવસોમાં ખાતામાં આવી જશે રૂપિયા
સહારા રિફંડ પોર્ટલ પર રોકાણકારો લોગ ઈન કરીને તેમનું નામ રજિસ્ટર કરી શકે છે. અને વેરિફિકેશન બાદ રિફંડ પ્રક્રિયા શરૂ થઈ જશે. રૂપિયા પરત કરવાની સંપૂર્ણ પ્રક્રિયા 45 દિવસની અંદર પૂરી થઈ જશે. સહારા સમિતિઓમાં પહેલા 30 દિવસોમાં રિફંડ માટે અરજી કરનારા રોકાણકારોને દસ્તાવેજોનું વેરિફિકેશન કરશે. ત્યારબાદ 15 દિવસોની અંદર તમારા રૂપિયા મળી જશે. આ જાણકારી SMS દ્વારા મળી જશે.
0 Comments