યોજનાનું નામ
- પાલક માતા-પિતા
પાત્રતાના માપદંડ
- ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉમરના તમામ અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી,અથવા તો પિતાનુ અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કર્યા હોઇ તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગાને.
સહાયનું ધોરણ
- બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે.
આ યોજના સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગ નાઠરાવ ક્રમાંક:બીસી એ/૧૦૭૮ /૧૭૫૫ /છતા.૨૬ /૧૨/૧૯૭૮ થી રાજ્યના અમુક વિસ્તારમાં અમલમાં આવેલ ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક અનથ/૧૦૨૦૦૮/ન.બા/૦૧. છતા. ૨૯/૮/ ૨૦૦૯ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલ માં આવેલ છે. ફોર્મ ભરવા માટે ની લિંક : અંહિ ક્લિક કરો |
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
- બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.
- જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક.
- પુન:લગ્ન કરેલાનો પુરાવો
- આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)
- બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ
- બાળકના આધારકાર્ડની નકલ
- પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ
- બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ
- પાલક પિતા/માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક
અમલીકરણ
રાજ્ય કક્ષાએથી નિયામક,સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત કરવામાં આવે છે. તેમજ આ યોજનાની સહાય મેળવવાની ઓન લાઇન અરજી તેમજ તે અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
દરેક જિલ્લાસ્તરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને રચાયેલ સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા રજુ કરેલ અરજીઓની સમીક્ષા કરી સરકારશ્રીના નિયમોનુસાર પાત્રતા ધરાવતાં પાલક માતા-પિતાને સહાય ચુકવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવે છે.
0 Comments