ગુજરાત પોલીસ ભરતી પરીક્ષા ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક અંગેની સૂચના
>>> લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતીની ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક અંગેની સૂચના
લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતીની ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક તા.૧ર.૪.ર૦ર૪ ના રોજ વેબસાઇટ ૫ર મુકવામાં આવેલ. ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ થાય તે માટે ઉ૫રોકત અંદાજિત સમય૫ત્રકમાં ઉમેદવારોએ નીચેની બાબતો ઘ્યાને લેવી.લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતી પૈકી પી.એસ.આઇ. ના ઉમેદવારોની શારીરિક કસોટી પ્રથમ લઇ તે પૂર્ણ થતા તેઓની લેખિત ૫રીક્ષા લેવાની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. જેથી તેઓની લેખિત ૫રીક્ષા જાન્યુઆરી - ફેબ્રુઆરી ના બદલે ડિસેમ્બર - જાન્યુઆરી માસમાં થવાની શકયતા છે.
એ જ રીતે લોકરક્ષકની લેખિત ૫રીક્ષા ફેબ્રુઆરી-ર૦ર૫ ને બદલે જાન્યુઆરી-ર૦ર૫ માં થવાની શકયતા છે.
*****************************
ગુજરાત પોલીસ ભરતી અંગે અપડેટ ન્યૂઝ : અંહિ ક્લિક કરો
ફોર્મ ભરવા માટે ની લિંક : અંહિ ક્લિક કરો
ઓફિસિયલ નોટિફિકેશન : અંહિ ક્લિક કરો
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે અગાઉ આપેલ સમય દરમ્યાન જે કોઇ ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકયા ન હોય તેઓને એક તક મળે તે હેતુથી નીચે જણાવેલ સુચના મુજબ ઓનલાઇન અરજી OJAS ની વેબસાઇટ ઉપર કરી શકે છે.
:: સુચનાઓ ::
ઓનલાઇન અરજીઓ તા.૨૬/૦૮/૨૦૨૪ (બપોરના કલાકઃ ૧૪.૦૦) થી તા.૦૯/૦૯/૨૦૨૪ (રાત્રિના કલાકઃ ૧૧.૫૯) સુધી OJASની વેબસાઇટ ઉપર સ્વીકારવામાં આવશે.
તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન જે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ કરેલ છે તે ઉમેદવારોએ અરજી કરવાની રહેતી નથી. કોઇપણ ઉમેદવાર કોઇ પણ કારણસર તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન અરજી કરેલ ન હોય અને અત્યારે અરજી કરવા માંગતા હોય અને લાયકાત ધરાવતા હોય તે જ ઉમેદવાર અરજી કરી શકશે. જેમણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ હોય તેઓ ફરી અરજી કરી શકશે નહીં. જેણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ છે છતાં તે જ સંવર્ગમાં ફરી અરજી કરશે તો તેની તે સંવર્ગની તમામ અરજી રદ થવા પાત્ર થશે.
ફૂલ નોટિફિકેશન જોવા માટે : અંહિ ક્લિક કરો
વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો
*********************
લોક રક્ષક અને PSI ભરતી ફોર્મ ભરવાની તારીખ જાહેર ...
ફોર્મ શરૂ થવાની તારીખ : 26/08/2024
ફોર્મ છેલ્લી તારીખ : 09/09/2024
-: ખાસ નોંધ :-
જે ઉમેદવારનું ફોર્મ ભરાઈ ગયું છે, તેમણે પોતાના ફોર્મની પ્રિન્ટમાં તમામ વિગત ચેક કરી લેવી, અભ્યાસની ટકાવારી, ગ્રેડ, સીટ નંબર, વેગેરે તમામ વિગત ચેક કરી લેવી, અને જો ફોર્મમાં સુધારો કરવાની જરૂર લાગે તો 30 તારીખ સુધીમાં ફોર્મ ફરીથી ભરી દેવું... અને જે ઉમેદવારને હજુ સુધી અરજી કનફર્મ કરવાની બાકી તેમણે 30 તારીખ સુધીમાં અરજી કનફર્મ કરી પ્રિન્ટ કાઢી લેવી...
📆 PSI. તથા કોન્સટેબલ ૫રીક્ષાનું સમય૫ત્રક 🕔
⇒ ફોર્મ ભરતી વખતે થતી સામાન્ય ભૂલો PDF 1 : અંહિ ક્લિક કરો
⇒ ફોર્મ ભરતી વખતે થતી સામાન્ય ભૂલો PDF 2 : અંહિ ક્લિક કરો
PSI કોન્સટેબલ ફોર્મ ભરતા ઉમેદવારો માટે ખાસ સૂચના.....
જે વિદ્યાર્થીઓનું ફોર્મ ભરાઈ ગયું છે, તેમણે પોતાનું ફોર્મ વ્યવસ્થિત ચેક કરી લેવું. અને જો ફોર્મમાં કોઈ ભૂલ હોય તો તારીખ 30 એપ્રિલ સુધીમાં ફોર્મ માં સુધારો (નવી અરજી) કરી લેવી... તારીખ 30 એપ્રિલ પછી કોઈપણ સુધારા થઈ શકશે નહીં....
એક થી વધારે વાર ભરેલા ફોર્મમાં છેલ્લું ભરેલું ફોર્મ જ માન્ય ગણાશે...
પ્રિન્ટની એક બે દિવસ રાહ જોવી... સર્વર રેગ્યુલર થતાં પ્રિન્ટ નીકળી જશે..
કોન્ફોર્મેશન નંબરનો મેઈલ આવતા પણ વાર લાગશે...
ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવા બાબતે જરૂરી સુચના :-
બિન હથિયારી પો.સ.ઇ.ની જગ્યા માટે શૈક્ષણીક લાયકાતનું ધોરણ સ્નાતક હોવાથી ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવી કે સ્નાતકની માર્કશીટ અપલોડ કરવી?
લોકરક્ષક કેડરમાં ડિપ્લોમાં કરેલ ઉમેદવારોએ ધોરણ-૧૨ સમકક્ષનું પ્રમાણપત્ર અપલોડ કરવુ કે ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ અપલોડ કરવી?
ઉપરોકત બંન્ને કિસ્સામાં ઉમેદવારોએ ધોરણ-૧૨ની માર્કશીટ અથવા ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ જ અપલોડ કરવાની છે.
જો કોઇ ઉમેદવારે ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષની માર્કશીટના બદલે સમકક્ષ પ્રમાણપત્ર (ઇકવીલેન્ટ સર્ટીફિકેટ) અથવા સ્નાતકની માર્કશીટ અપલોડ કરી હશે તો અરજી માન્ય રહેશે નહીં, જેથી આવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરીને ફી પણ ભરવાની રહેશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ - 3 ની ભરતી...
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
:: પોસ્ટ ::
- PSI
- કોન્સટેબલ
⇒ ફોર્મ શરૂ થવાની તા. : 04/04/2024 (બપોરના 15:00 કલાકે)
⇒ ફોર્મ છેલ્લી તા. : 30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી)
::: વયમર્યાદા :::
- PSI માટે : 21 થી 35 વર્ષ (છૂટછાટ મળવા પાત્ર)
- ઉમેદવારની જન્મ તા. 30/04/1989 થી 30/04/2003 વચ્ચેની હોવી જોઈએ
કોન્સટેબલ માટે : 18 થી 33 વર્ષ (છૂટછાટ મળવા પાત્ર)
ઉમેદવારની જન્મ તા. : 30/04/1991 થી 30/04/2006 વચ્ચેની હોવી જોઈએ
ઉપલી વયમર્યાદા માટે 5 (પાંચ) વર્ષની છૂટછાટ મળશે...(અનામત મહિલા ઉમેદવાર ને ઉપલી વયમર્યાદામાં 10 વર્ષની છૂટ મળશે...)
તમારી હાલની ઉમર જાણો - Age Calculator
::: લાયકાત :::
PSI :- ગ્રેજ્યુએટ
કોન્સટેબલ :- 12 પાસ
>> જગ્યા <<
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) :- 316
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) :- 156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) :- 4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) :- 2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) :- 2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) :- 1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) (પુરૂષ) :- 1000
જેલ સિપોઇ (પુરૂષ) :- 1013
જેલ સિપોઇ (મહિલા) :- 85
કુલ જગ્યા : 12472
ખાસ નોંધ :-
>>>> ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.
>>>> ઉમેદવાર જો (1) ફકત PSI કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં PSI Cadre પસંદ કરવાનું રહેશે (2) ફકત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Lokrakshak Cadre પસંદ કરવાનું રહેશે અને (3) જો બંન્ને માટે (PSI તથા લોકરક્ષક) અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Both (PSI+LRD) પસંદ કરવાનું રહેશે.
>>> નવી સુધારેલ નોટિફિકેશન માટે : અંહિ ક્લિક કરો
અરજી કરવા માટે અત્યાર થી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રાખો.:
>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- (તા. 01/04/2022 થી 30/04/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- (તા. 01/05/2021 થી 30/04/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- ધો. 12ની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- સ્પોર્ટનું સર્ટિ (જો હોય તો)
- NCC સર્ટિ (જો હોય તો)
- હાલ પોલીસમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
જો ડૉક્યુમેન્ટ લિસ્ટમાં કોઈ ફેરફાર હશે તો ફોર્મ શરૂ થયાના સમયે મૂકવામાં આવશે.
ફોટો ID પ્રૂફ માટે નીચે આપેલ કોઈ એક ID પ્રૂફ સિલેક્ટ કરવાનું રહશે...
ખાસ નોંધ : ધોરણ 12 ની માર્કશીટ ઓનલાઈન અપલોડ કરવાની હોવાથી સ્પષ્ટ અને સરળતાથી વાંચી શકાય તેવી માર્કશીટ અપલોડ કરવા માટે આપવી..
ગ્રેજ્યુએટ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટની માહિતી પણ ઉમેરી શકશો...
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ઉમેદવારોને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે હેલ્પ લાઇન શરૂ કરવામાં આવેલ છે, જેના મોબાઇલ નંબરો નીચે જણાવ્યા મુજબ છે. આ હેલ્પ લાઇન જાહેર રજાના દિવસો સિવાય સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
81608 80331
81608 53877
81608 09253
આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો.
0 Comments