પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરી પ્રકાર, જગ્યાનું નામ, અરજી કરવાની રીત, શારીરિક કસોટી, મહત્વની તારીખ સહિતની અગત્યની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી અંગે મહત્વની વિગતો
સંસ્થા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ
પોસ્ટ એપ્રેન્ટીસ
જગ્યાનું નામ લાઇનમેન
ખાલી જગ્યા 668
સ્ટાઈપેન્ડ સરકારના ધારાધોરણ પ્રમાણે
વય મર્યાદા 18થી 30 વર્ષ વચ્ચે
અરજી કરવાની તારીખ વિવિધ
વેબસાઈટ https://www.pgvcl.com/
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી પોસ્ટની વિગતો
કચેરી જગ્યા
- ભાવનગર 22
- મોરબી 9
- જુનાગઢ 12
- બોટાદ 7
- સુરેન્દ્રનગર 19
- રાજકોટ ગ્રામ્ય 179
- અમરેલી 30
- રાજકોટ શહેર 136
- પોરબંદર 11
- ભુજ 93
- અંજાર 42
- જામનગર 108
કૂલ 668
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી, લાયકાત
શૈક્ષણિક લાયકાત – માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ 10 પાસ
ટેક્નીકલ લાયકાત – માન્ય પ્રાપ્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન-ઇલેક્ટ્રીશીયનનો કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.
વયમર્યાદા – ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની ઉંમર
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી, એપ્રેન્ટીસ સમય અને પગાર
પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા બહાર પાડેલી ભરીત અંતર્ગત લાઇનમેન એપ્રેન્ટીસ માટે ઉમેદવારો પસંદ કરવાના છે. તાલીમનો સમયગાળો એક વર્ષનો રહેશે અને ગુજરાત સરકારના ધારાધોરણ પ્રમાણે પસંદ પામેલા ઉમેદવારોને સ્ટાઈપેન્ડ મળશે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી, જરૂરી દસ્તાવેજો
- તાજેતરના પાસપોર્ટ સાઈઝના 4 ફોટો
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- જાતિ અંગેનું પ્રમાણપત્ર
- શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો
- ટેક્નીકલ લાયકાત આઈ.ટી.આઈ (ઇલેક્ટ્રીશીયન-વાયરમેન) માર્કશીટ તેમજ પ્રમાણપત્ર
- ફોટા સહીતનું ઓળખપત્ર
- એ.સી.વી.ટી.- જી.સી.વીટી. પ્રમાણપત્ર
- દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
- જો, જે તે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવેલ હોય તો તે કાર્ડની નકલ
નોટિફિકેશન : અંહિ ક્લિક કરો
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરી પ્રકાર, જગ્યાનું નામ, અરજી કરવાની રીત, શારીરિક કસોટી, મહત્વની તારીખ સહિતની અગત્યની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
PGVCL-Lineman-bhartiDownload
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી, શારીરિક સક્ષમતાની કસોટીના સ્થળ, તારીખ અને સમય
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે ઈચ્છુક ઉમેદવારોએ જે તે જીલ્લાની વર્તુળ કચેરી ખાતે શારીરિક કસોટી માટે નિયત તારીખ સમય સવારે 9.30થી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે. જિલ્લો, કચેરીનું નામ, સ્થળ, તારીખ જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટીફિકેશન વાંચવું.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી, કેવી રીતે થશે પસંદગી?
- ઉમેદવારે કંપની દ્વારા નિયત થયેલી શારીરિક સક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની કસોટી (પોલ ક્લાઈમ્બીંગ ટેસ્ટ), સ્થળ પર આપવામાં આવતી સૂચના મૂજબ પસાર કરવી.
- આ શારીરિક સક્ષમતાની કસોટી ઉમેદવારે 50 સેકન્ડમાં પુરી કરવાની રહેશે
- શારીરિક સક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમજ આઈ.ટી.આઈ.ની પરીક્ષામાં મેળવેલા કૂલ ગુણની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે.
ઉમેદવારોને સૂચત કરવામાં આવે છે કે આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચ્યા બાદ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવો.
0 Comments