બજાજ હાઉસિંગ ફાઇનાન્સના IPOને રોકાણકારો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને IPO સબસ્ક્રિપ્શનના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ આઇપીઓએ પણ રોકાણકારોને નિરાશ નથી કર્યા અને આ શેર 114 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો છે એટલે એક પહેલા જ દિવસે રોકાણકારોના પૈસા બમણા થઈ ગયા છે.
66-70ની પ્રાઇસ રેન્જ નક્કી કરવામાં આવી હતી. પરંતુ તેની સરખામણીમાં, શેર 114% ના પ્રીમિયમ પર એટલે કે 150 રૂપિયાના ભાવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા હતા. એટ કે લિસ્ટ થતાંની સાથે જ પૈસા તો બદલ થઈ ગયા છે હવે પ્રશ્ન એ છે એક આ શેર હોલ્ડ કરવા જોઈએ કે વેચી નાખવા જોઈએ.
એક્સપર્ટસની સલાહ અનુસાર જે લોકોને આ આઈપીઓનું એલોટમેન્ટ મળ્યું હતું એમને પોતાના રોકાણ કરેલ પૈસા કાઢી લેવા જોઈએ અને બાકીના શેરને હોલ્ડ કરવા જોઈએ. એટલે કે જે લોકો લાંબા ગાળાના રોકાણકારો છે એમને આ શેર હાલ વેચવા જોઈએ નહીં. ટૂંકા ગાળાના રોકાણકારોએ પ્રોફિટ કમાઈને આ શેર વેચી નાખવા જોઈએ.
નિષ્ણાતો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ વિશે ખૂબ આશાવાદી છે. તેમનું માનવું છે કે લાંબા ગાળાના રોકાણકારો આ સ્ટોક રાખી શકે છે કારણ કે કંપનીનું બિઝનેસ મોડલ ઘણું સારું છે. ઉપરાંત, હાઉસિંગ સેક્ટરનું આઉટલૂક પણ એકદમ પોઝિટવ છે. આ ક્ષેત્ર આગામી 3-4 વર્ષ દરમિયાન કંપની સારું પ્રદર્શન ચાલુ રાખી શકે છે, જેનાથી બજાજ હાઉસિંગ ફાઇનાન્સના રોકાણકારોને ફાયદો થશે.
0 Comments