Ad Code

bajaj housing ipo allotment status|bajaj housing ipo allotment date|bajaj ipo allotment time|kross ipo allotment status|tolins ipo allotment status|png jwellers ipo allotment status|png jwellers ipo allotment chances|png jwellers ipo subscription|png jwellers ipo gmp today|northern arc ipo|arkade devolopers ipo|western carriers ipo|anil singhvi|jayesh khatri|knowledge jazz|ipo allotment status|bajaj housing ipo|bajaj housing ipo gmp|ipo gmp today

આજ ના સમયમાં મોટાભાગના દરેક લોકો સાઈડ ઈનકમ માટે IPO ભરતા હોય છે. દર અઠવાડિયે કોઈને કોઈ કંપનીનો IPOનું લોન્ચ અથવા લિસ્ટિંગ થઈ રહ્યું છે. એવામાં IPO ભરીને પૈસા કમાવા માંગતા ઇન્વેસ્ટરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો કે, મોટાભાગના લોકોની એક જ ફરિયાદ છે કે તેઓ IPO ભરે છે પરંતુ તેમનું અલોટમેન્ટ નથી થતું. જો તમને પણ આ સમસ્યા હોય તો ચિંતા ન કરો તમે અમુક ટિપ્સ ફોલો કરીને IPO એલોટમેન્ટની શક્યતા વધારી શકો છો.

 અલોટમેન્ટ ન થવાના કારણો


IPO એલોટમેન્ટ ન થવાના સૌથી સામાન્ય કારણો મુખ્ય ઓવર સબ્સ્ક્રિપ્શન અને કોમ્પ્યુટરાઇઝ્ડ લોટરી સિસ્ટમ છે. જ્યારે કંપનીને ઇશ્યૂ કરતાં વધુ અરજીઓ મળે છે, ત્યારે મોટાભાગના ઇન્વેસ્ટરોની સંભાવના ઓછી થઈ જાય છે. જો કે, જો કંપની IPO ઓફર કરતાં વધુ અરજીઓ મેળવે છે, તો તે કોમ્પ્યુટરાઇઝ્ડ લોટરીનું આયોજન કરે છે જ્યાં દરેક અરજદારને સમાન તક મળે છે. એવામાં સારું નસીબ ધરાવતા લોકોને જ IPO એલોટમેન્ટ મળે છે. આ ઉપરાંત, ઇન્વેલિડ અરજીઓ, ઇશ્યુ પ્રાઇસના નીચા બેન્ડથી સબ્સ્ક્રાઇબ કરવાના પ્રયાસો વગેરેને કારણે પણ IPO ફાળવણીની આશાને ઝટકો આપે છે.



એલોટમેન્ટની શક્યતા


IPO એલોટમેન્ટની કોઈ ગેરંટી આપવામાં આવતી નથી પરંતુ અમુક ટિપ્સ ફોલો કરીને એલોટમેન્ટની શક્યતા વધારી શકાય છે. દાખલા તરીકે IPO માટે શક્ય તેટલી વધુ લોટ માટે અરજી કરો જેની ભારે માંગ છે. રિટેલ રોકાણકાર મેઇન બોર્ડ IPOમાં રૂ. 2 લાખ સુધીનો લગાવી શકે છે.


તમે અલગ-અલગ પાન કાર્ડ દ્વારા ડિમેટ એકાઉન્ટમાંથી IPO માટે અરજી કરી શકો છો. આવી સ્થિતિમાં IPOની અલોટમેન્ટની શક્યતાઓ વધી જાય છે.

કેટલાક IPO એવા છે જેની ચર્ચા બજારમાં ઓછી છે પરંતુ તેમની પાસેથી અપેક્ષાઓ વધારે છે. આવા સમયમાં IPO નું સબસ્ક્રિપ્શન લિમિટેડ હોય છે અને એલોટમેન્ટની શક્યતા વધે છે.


બીજા દિવસે IPO માટે અરજી કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ઘણી વખત, ટેકનિકલ કારણોસર, ત્રીજા દિવસે IPO એપ્લિકેશનમાં સમસ્યા આવે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે


Post a Comment

0 Comments