પોસ્ટ નામ હેલ્પર: (GSRTC)
GSRTC Recruitment:ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને કુલ 1658 જગ્યાઓ માટે 6 ડિસેમ્બર 2024ના રોજ હેલ્પરની જગ્યા માટે ભરતીની (GSRTC Recruitment) સૂચના બહાર પાડી છે. આ ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ 6મી ડિસેમ્બર 2024 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5મી જાન્યુઆરી 2025 છે.
GSRTC ભરતી ની જાહેરાત. 1658 જગ્યાઓ માટે ભરતી ફોર્મ ભરવાના થયા ચાલુ
આ ભરતી માટે વય મર્યાદા 18 થી 40 વર્ષ સુધીની રાખવામાં આવી છે. જ્યારે સિલેક્ટ થયેલા હેલ્પરને આગામી પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર 21,100 રૂપિયા મળશે.
GSRTC હેલ્પર ભરતી 2025 પોસ્ટનું નામ, કુલ ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, ફોર્મ ફ્રી, ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો, પસંદગી પ્રક્રિયા, અભ્યાસક્રમ, ફોર્મ કેવી રીતે ભરવું અને ભરતીની સૂચના જેવી સંપૂર્ણ માહિતી જેમ કે આપણે આજના લેખમાં જોઈશું.
SRTC Recruitment 2024: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા એસ.ટી. વિભાગમાં 1658 હેલ્પરની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે તમે આગામી 5 જાન્યુઆરી રાતે 12 વાગ્યા સુધી અરજી કરી શકશો.
06/12/2024 થી ફોર્મ ભરવાનું શરૂ થયું
આજથી જ ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે. જ્યારે ફી ભરવા માટે એક વધારાનો દિવસ આપવામાં આવ્યો છે. એટલે કે 7 જાન્યુઆરી સુધી આ ભરતી માટે ફી સ્વીકારવામાં આવશે.
વર્ગ પ્રમાણે ફાળવણી
- ઑપન કેટેગરીમાં 494 પુરુષ અને 243 મહિલા
- EWSમાં 130 પુરુષ અને 64 મહિલા
- OBCમાં 244 પુરુષ અને 120 મહિલા
- SCમાં 69 પુરુષ અને 34 મહિલા
- STમાં 174 પુરુષ અને 86 મહિલા
આ ઉપરાંત માજી સૈનિક માટે 331 અને દિવ્યાંગો માટે 66 જગ્યા અનામત રાખવામાં આવી છે. જેમાં વય મર્યાદા પણ 45 વર્ષ સુધીની છૂટ આપવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
જે-તે ઉમેદવારે ઓછામાં ઓછું ITI તો પાસ કરેલું હોવું જોઈએ. જેમાં મેકેનિક મોટર વ્હીકલ, ડીઝલ મેકેનિક, જનરલ મેકેનિક, ફીટર અથવા ટર્નર, ઈલેક્ટ્રિશિય અથવા શીટ મેટલ વર્કર, ઓટો મોબાઈલ્સ બોડી રિપેરર, વેલ્ડર, વેલ્ડર કમ ફેબ્રીકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેન્ટર, ઑટો મોબાઈલ પેઈન્ટ રિપેરરનો ઓછામા ઓછો એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ.
પરીક્ષા માળખું
- ધોરણ 10 કક્ષાનું સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઈતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો- 30 ગુણ
- ગુજરાતી વ્યાકરણ (ધોરણ 10 કક્ષાનું) 5 ગુણ
- અંગ્રેજી ગ્રામર (ધોરણ 10 કક્ષાનું) 5 ગુણ
- લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો 50 ગુણ
- કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો 10
આમ કુલ 100 માર્ક્સની OMR પદ્ધતિથી લેખિત પરીક્ષા 2 કલાકમાં આપવાની રહેશે. આ કસોટીમાં ઉતિર્ણ થવા માટે 40 ગુણ મેળવવાના રહેશે.
- ધ્યાન રાખવા જેવી બાબત
અરજી પત્રક ધ્યાનથી ભરવાનું રહેશે. જો ભૂલ હશે, તો પરીક્ષા આપવા દેવામાં નહીં આવે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/01/2025 ( 23:59 )
કુલ પોસ્ટ 1658
સત્તાવાર વેબસાઇટ https://gsrtc.in
- MCQ પરીક્ષા
- ડોક્યુમેન્ટની ચકાસણી
- અંતિમ પસંદગી
10+ ITI / 12+ ITI
- મિકેનિક મોટર વ્હીકલ
- મિકેનિક ડીઝલ
- જનરલ મિકેનિક
- ફિટર
- ટર્નર
- ઇલેક્ટ્રિશિયન
- શીટ મેટલ વર્કર
- ઓટો મોબાઈલ બોડી રિપેરર
- વેલ્ડર
- વેલ્ડર કમ ફેબ્રિકેટર
- મશીનિસ્ટ
- સુથાર પેઇન્ટર જનરલ
- ઓટો મોબાઇલ પેઇન્ટ રિપેરર
0 Comments