Ad Code

ગુજરાત રાજ્યના 33 જિલ્લા ના નામ।ગુજરાત રાજ્યના જિલ્લા।ગુજરાતના જિલ્લાઓ।ગુજરાત ના જિલ્લાઓ।ગુજરાતના જિલ્લા।ગુજરાત ના જિલ્લા।ગુજરાતના જીલ્લા વિશે જાણો।ગુજરાતના જિલ્લાઓ વલસાડ જિલ્લો।ગુજરાતનો સૌથી મોટો જિલ્લો।ગુજરાતના જિલ્લાઓ વલસાડ જિલ્લો સંજયકુમાર।ગુજરાત ના 33 જિલ્લાઓ।ગુજરાત ના જિલ્લા ના નામ।ગુજરાતના જિલ્લા - ડાંગ।રાજકોટ જિલ્લો।ગુજરાત ના જિલ્લા ના નામ વિશે જાણો।ગુજરાત ની ભૂગોળ।ગુજરાતના જિલ્લાઓ અને વડું મથક।ગુજરાતના જિલ્લા અને તેના પાટનગર

ગુજરાત રાજ્યને મળશે વધુ એક જિલ્લો

બનાસકાંઠા જિલ્લાનું થશે વિભાજન

કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મંજૂરી

મુખ્યમંત્રી કક્ષાએ થશે આખરી જાહેરાત

જિલ્લા વિભાજન અંગે કેબિનેટમાં ચર્ચા

વર્ષ 2025 ના પહેલા જ દિવસે બનાસકાંઠા જિલ્લાને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યને વધુ એક જિલ્લો મળવા જઇ રહ્યો છે.

કેબિનેટની બેઠકમાં બનાસકાંઠાના વિભાજન અંગે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જોકે, આની આખરી જાહેરાત મુખ્યમંત્રી કક્ષાએ થશે. સાંજ સુધી નવા જિલ્લાના નામને લઇને સત્તાવાર જાહેરાત થઇ શકે છે

મુખ્યમંત્રી કક્ષાએ થશે આખરી જાહેરાત

ગત વર્ષથી જ બનાસકાંઠા સહિતના ત્રણ જિલ્લાની રચના કરવા માટે રાજ્ય સરકારમાં વિચારણા શરૂ થઇ હતી. જોકે, નવા 3 જિલ્લાની જો રચના થાય છે તો ગુજરાતમાં જિલ્લાની સંખ્યા વધીને 36 થઇ જશે. બનાસકાંઠા અને કચ્છ અને પાટણ જિલ્લામાંથી 3 નવા જિલ્લાની રચના કરાય તેવી શક્યતા છે. જોકે, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થશે. મુખ્યમંત્રી કક્ષાએ તેની આખરી જાહેરાત કરવામાં આવશે. જણાવી દઇએ કે, નવા જિલ્લામાં પાટણ જિલ્લાના કોઈ પણ ભાગનો સમાવેશ કરવામાં આવશે નહીં. આજે સાંજ સુધીમાં નોટિફિકેશન બહાર પડતા રાજ્યમાં 34મો જિલ્લો અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાના વડુ મથક અને નામ પણ સાંજ સુધીમાં જાહેર કરાશે.

ગેનીબેન અને ગુલાબસિંહે શું કહ્યું?

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારના નવા જિલ્લા વિભાજનના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, આ નવો જિલ્લો અસ્તિત્વમાં આવે તો તે એક સકારાત્મક પગલું છે, કારણ કે બનાસકાંઠાને બે ભાગમાં વહેંચવાની માંગ વર્ષોથી ઉઠતી આવી છે. વળી આ અંગે કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારના ગામોને લોકો કામ માટે દૂર દૂર જવું પડતું હતું, અને સરકારના આ નિર્ણયથી લોકોને મદદ મળશે. તેમણે થરાદને હેડક્વાર્ટર તરીકે પસંદ કરવાની માંગ પણ કરી, કારણ કે તે કેન્દ્ર બિંદુ હોવાથી લોકો માટે સરળતા રહેશે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે, જિલ્લામાં વિભાજન સાથે તાલુકાનું વિભાજન પણ જરૂરી છે, કારણ કે કાંકરેજમાં 98 ગામો છે, પરંતુ માત્ર એક જ તાલુકા મથક છે, જે હાલમાં અઘરી સ્થિતિ ઊભી કરે છે અને લોકોને હેરાન થવું પડે છે.

રાજ્ય સરકારના ઉચ્ચ લેવલે હાલ વિચારણા શરુ

રાજકીય લેવલે ચાલતી ચર્ચા મુજબ રાજ્યના 33 જિલ્લા ઉપરાંત ત્રણ નવા જિલ્લાની રચના કરાય તે માટે રાજ્ય સરકારના ઉચ્ચ લેવલે હાલ વિચારણા શરુ થઇ છે. વધતી જતી વસતી અને જિલ્લો બહુ મોટો હોય તો લોકોને અગવડ ના પડે તે સહિતના વિવિધ હેતુસર ત્રણ નવા જિલ્લા રચાય તેવી શક્યતા છે. ચાલતી ચર્ચા મુજબ બનાસકાંઠા ઉપરાંત કચ્છ અને પાટણ જિલ્લામાંથી બે નવા જિલ્લાની રચના કરાઇ શકે છે.


નવી 9 મહાનગરપાલિકાની સરકાર કરશે જાહેરાત

ઉલ્લેખનીય છે કે, આજે પાટણ, મહેસાણા, નવસારી, પાલડી અને વાપી સહિત પાલિકાને નવી 9 મહાનગરપાલિકાની પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. મહેસાણા, મોરબી, નવસારી સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી અને આણંદ નડિયાદ, પોરબંદર અને સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બનશે. મહત્વનું છે કે બજેટ સત્ર દરમિયાન જ મહાનગર અંગેની જાહેરાત કરાઇ હતી.

બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો જાહેર, નવી 9 મહાનગરપાલિકાની પણ જાહેરાત

ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી ગઈ છે છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. સાથે 9 પાલિકાને નવી મહાનગરપાલિકા બનાવવાની સરકારે જાહેરાત કરી છે.​​​​​​​

આ 9 પાલિકાને મહાનગરપાલિકા તરીકે મંજૂરી


નવસારી

વાપી

મહેસાણા

નડિયાદ

આણંદ

સુરેન્દ્રનગર

ગાંધીધામ

મોરબી

પોરબંદર

Post a Comment

0 Comments