Central Bank of India Recruitment, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી
બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ કામના સમાચાર છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ સમગ્ર ભારતમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આઈટી વિભાગમાં વિવિધ રોલ માટે ઉમેદવારો પસંદ કરવા માટે બેંકે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનું સ્થળ, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કેવી રીતે કરવી એ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટ સ્પેશિયાલિસ્ટ ઓફિસર
જગ્યા 62
વિભાગ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
વય મર્યાદા 22થી 38 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ 12.1.2025
ક્યાં અરજી કરવી https://www.centralbankofindia.co.in/en
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી, સ્પેશિયાલિસ્ટ ઓફિસર પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા
SC 9
ST 4
OBC 16
EWS 6
GEN 27
કુલ 27
વિવિઘ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જોબ રોલ અને જગ્યા
જોબ રોલ જગ્યા અને જગ્યા
- ડેટા એન્જિનિયર/વિશ્લેષક 3
- ડેટા સાયન્ટિસ્ટ 2
- ડેટા-આર્કિટેક્ટ/કુડ આર્કિટેક્ટ/ડિઝાઇનર/મોડલર 2
- ML ઑપ્સ એન્જિનિયર 2
- જનરલ AI નિષ્ણાતો (મોટી ભાષા મોડેલ) 2
- ઝુંબેશ મેનેજર (SEM અને SMM) 1
- SEO નિષ્ણાત 1
- ગ્રાફિક ડિઝાઇનર અને વિડિયો એડિટર 1
- સામગ્રી લેખક (ડિજિટલ માર્કેટિંગ) 1
- માર્ટેક સ્પેશિયાલિસ્ટ 1
- નીઓ સપોર્ટ આવશ્યકતા- L2 6
- નીઓ સપોર્ટ આવશ્યકતા- L1 10
- પ્રોડક્શન સપોર્ટ/ટેક્નિકલ સપોર્ટ એન્જિનિયર 10
- ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન સપોર્ટ એન્જિનિયર 10
- ડેવલપર/ડેટા સપોર્ટ એન્જીનિયર 10
કુલ 62
શૈક્ષણિક લાયકાત
વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. બી.ઈ. / B. ટેક. કમ્પ્યુટર સાયન્સ / કમ્પ્યુટરમાં એપ્લિકેશન / માહિતી ટેકનોલોજી / ઇલેક્ટ્રોનિક્સ / ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન્સ / ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સ / ડેટા સાયન્સ / MCA / M.SC સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર અથવા આંકડાશાસ્ત્ર/અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ ડિગ્રી /સંબંધિત ક્ષેત્રોને પ્રાધાન્ય આપવામાં આવે છે. વિવિધ જોબ પ્રોફાઇલ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. માટે શૈક્ષણિક લાયકાત વિશે સંપૂર્ણ જાણકારી મેળવવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
વય મર્યાદા અને પગાર ધોરણ
વિવિધ પોસ્ટ માટે ઉમેદાવરોની વિવિદ વય મર્યાદાની માંગ કરવામાં આવી છે. જોકે, 22 વર્ષથી 38 વર્ષ વચ્ચે ઉમેદવારોની ઉંમર હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો આ પોસ્ટ પર પસંદ પામેલા ઉમેદવારોને બેંકના ધારા ધોરણ પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે.
અરજી ફી
કેટેગરી અને ફી
- જનરલ/EWS/OBC ₹750+GST
- SC/ST/PWBD 0
અરજી કેવી રીતે કરવી
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે ઉમેદવારોએ 12 જાન્યુઆરી 2025 પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઉમેદવારોએ અરજી કરવા માટે બેંકની વેબસાઈટ https://www.centralbankofindia.co.in/enની મુલાકાત લેવી
કરિયર ઓપ્શન ઉપર જઈને અરજી કરવાની રહેશે.
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છેકે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ નોટિફિકેશનને ધ્યાન પૂર્વ વાંચવું.
0 Comments