IPO ભરતા લોકો માટે ખુશખબર! SEBIના નવા નિયમથી રોકાણકારોને લિસ્ટિંગ પહેલા જ ફાયદો
શેરબજારમાં રોકાણકારોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે સેબીએ આ યોજના બનાવી છે. સેબીના વડા માધવી પુરી બુચે મંગળવારે એક કાર્યક્રમમાં આ અંગે માહિતી આપી હતી. શેરબજારમાં પારદર્શિતા લાવવા માટે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સતત નવા નિયમો લાવે છે. હવે નિયમનકારી સંસ્થા એવો નિયમ લાવવાનું વિચારી રહી છે, જેના દ્વારા IPOમાં ફાળવવામાં આવેલા શેર લિસ્ટિંગ પહેલા પણ વેચી શકાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર માધવી પુરી બુચે કહ્યું કે રોકાણકારો IPOમાં પૈસા રોકાણ કરે છે. જો તેમને શેર ફાળવવામાં આવે તો પણ ગ્રે માર્કેટમાં ભાવ જોયા પછી, તેઓ તેને વેચવાનું વિચારે છે, જેમાં ઘણું જોખમ હોય છે. તેથી આપણે રોકાણકારોને નિયમન કરેલ પ્લેટફોર્મ પર સુરક્ષા સાથે આ કરવાની તક આપવી જોઈએ.
કેવી રીતે થશે ટ્રેડિંગ ?
હવે જ્યારે કોઈ કંપનીનો IPO ખુલે છે, ત્યારે તેમાં નાણાં રોકાણ કરવા માટે એક સમય નક્કી કરવામાં આવે છે. તે પછી તમને શેર ફાળવવામાં આવે છે અને કંપની લિસ્ટેડ થાય છે. પરંતુ જો સેબી જે નિયમની વાત કરી રહી છે તે લાગુ કરવામાં આવે તો રોકાણકારો લિસ્ટિંગ પહેલાં પણ વેપાર કરી શકશે. સામાન્ય રીતે લિસ્ટિંગ અને શેર ફાળવણી વચ્ચે 24 કલાકનો તફાવત હોય છે. દરમિયાન ગ્રે માર્કેટ દ્વારા થતી છેતરપિંડી અટકાવવા માટે સેબી આ નિર્ણય લઈ શકે છે.
ગ્રે માર્કેટ પર કાબુ મેળવવો
કંપનીના લિસ્ટિંગ પહેલાં શેરને ગ્રેટ માર્કેટ પર લિસ્ટિંગ ગેઇન મળશે અથવા શેર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ કરવામાં આવશે. આનો અંદાજ આવવા લાગે છે. આ જોઈને લોકો વધુ સારા વળતરની આશામાં IPO માં પૈસા રોકાણ કરે છે. રોકાણકારોને પણ આનો ફાયદો થાય છે પરંતુ નુકસાનનું જોખમ વધારે છે. આ સમગ્ર બજારને નિયંત્રિત કરવા માટે સેબી પ્રી-લિસ્ટિંગ ટ્રેડિંગને મંજૂરી આપી શકે છે.
0 Comments