CISF recruitment 2025
CISF recruitment 2025, CISF ભરતી 2025 : સરકારી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરીના સમાચાર સમાચાર આવી ગયા છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ કોન્સ્ટેબલ અને ડ્રાઈવરની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આશરે 1124 જગ્યાઓ ભરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. : સરકારી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરીના સમાચાર સમાચાર આવી ગયા છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ કોન્સ્ટેબલ અને ડ્રાઈવરની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આશરે 1124 જગ્યાઓ ભરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
CISF ભરતી 2025 અંતર્ગત કોન્સ્ટેબલ/ડ્રાઈવર અને કોન્સ્ટેબલ/ડ્રાઈવર-કમ-પંપ ઓપરેટર પોસ્ટની વિગતો,શૈક્ષણિક લાયકાત, ભરતી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી કરવાની રીત, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવાં.
CISF ભરતી 2025ની અગત્યની માહિતી
સંસ્થા સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)
પોસ્ટ કોન્સ્ટેબલ/ડ્રાઈવર અને કોન્સ્ટેબલ/ડ્રાઈવર-કમ-પંપ ઓપરેટર
જગ્યા 1124
એપ્લિકેશન મોડ ઓનલાઈન
વય મર્યાદા 21 વર્ષથી 27 વર્ષની વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ 4 માર્ચ 2025
ક્યાં અરજી કરવી https://cisfrectt.cisf.gov.in
CISF ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા
કોન્સ્ટેબલ/ડ્રાઈવર 845
કોન્સ્ટેબલ/ડ્રાઈવર-કમ-પંપ ઓપરેટર 279
કુલ 1124
પાત્રતા માપદંડ
શૈક્ષણિક લાયકાત ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.
ડ્રાઇવિંગ લાઇસન્સ: માન્ય હેવી મોટર વ્હીકલ (HMV) અથવા લાઇટ મોટર વ્હીકલ (LMV) ડ્રાઇવિંગ લાઇસન્સ અને ગિયર સાથે મોટરસાઇકલ ચલાવવાની ક્ષમતા.
વય મર્યાદા
આ તમામ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે જરૂરી કેટેગરીના ઉમેદવારોને CISF કોન્સ્ટેબલ/ડ્રાઈવર 2024 ભરતી નિયમો અનુસાર વધારાની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી
અરજી કરનાર જનરલ/EWS/OBC કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે, જ્યારે SC/ST/ભૂતપૂર્વ સૈનિકોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ફી ઓનલાઈન અથવા SBI ચલણ દ્વારા ચૂકવી શકાય છે.
કેટલો પગાર મળશે?
આ પોસ્ટ્સ પર પસંદ કરાયેલા ઉમેદવારોને પગાર સ્તર 3 હેઠળ પગાર મળશે. પગાર ₹ 21,700 થી ₹ 69,100 હશે. આ સિવાય તેમને અન્ય ભથ્થાનો પણ લાભ મળશે.
આ રીતે અરજી કરો
સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ cisfrectt.cisf.gov.in પર જાઓ.
વેબસાઇટના હોમ પેજ પર “નવા અપડેટ્સ” ની લિંક પર ક્લિક કરો.
આગલા પૃષ્ઠ પર, “CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી” લિંક પર ક્લિક કરો.
હવે જરૂરી વિગતો સાથે નોંધણી કરો અને અરજી ફી ચૂકવો.
છેલ્લે, અરજી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ તમારી પાસે રાખો.
ગુજરાતમાં અને દેશ વિદેશમા ચાલતી વિવિદ ભરતીઓ વિશે વધુ અહીં વાંચો
ઉમેદવારોને સૂચન છે કે સીઆઈએસએફ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું અને ત્યારબાદ અરજી કરવી.
0 Comments