Gati Shakti Vishwavidyalaya recruitment, ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી : વડોદરા સહિત ગુજરાતમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદરામાં સ્થિત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા વિવિધ પ્રોફેસર પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર સારા ઉમેદવારોને પસંદ કરવા માટે સંસ્થાએ રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી અંતર્ગત વિવિધ પ્રોફેસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતીની મહત્વની માહિતી
સંસ્થા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV)
પોસ્ટ પ્રોફેસર,આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર,
જગ્યા 21
એપ્લિકેશન મોડ ઓનલાઈન
વય મર્યાદા 50 વર્ષ સુધી
અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2025
ક્યાં અરજી કરવી https://gsv.ac.in/careers/
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી પોસ્ટની વિગતો
વિષય પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર
સિવિલ એન્જિનિયરિંગ 1 1 1
મિકેનિકલ એન્જિનિયરિંગ 0 1 0
ઈલેક્ટ્રિકલર એન્જિનિયરિંગ 1 1 2
કમ્પ્યુયર સાયન્સ અને એન્જિનિયરિંગ 1 1 0
ઉડ્ડયન 1 2 2
મેનેજમેન્ટ 1 2 2
કૂલ 5 9 7
શૈક્ષણિક લાયકાત
ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી માટે વિવિધ પ્રોફેસર પોસ્ટ માટે કુલ 21 જગ્યાઓ ઉપર ભરતી થઈ રહી છે. આ માટે અરજી કરનાર ઉમેદવારો પાસેથી વિવિધ વિષય માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગી છે. ઉમદેવારોએ વિગતવાર શૈક્ષણિક લાયકાત અંગે જાણવા માટે આપેલી https://gsv.ac.in/careers/invitation-of-applications-to-faculty-positions-2/ લિંક પર મુલાકાત લેવી.
વય મર્યાદા
ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો માટે વય મર્યાાદની વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા 50 વર્ષ નક્કી કરવામાં આવી છે.
પગાર ધોરણ
પોસ્ટ પે સ્કેલ
- પ્રોફેસર 14
- એસો.પ્રોફેસર 13A
- આસિ. પ્રોફેસર 10
અરજી કેવી રીતે કરવી
આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમદેવારોએ પહેલા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની વેબસાઈટ https://gsv.ac.in/ ની મુલાકાત લેવી
અહીં કરિયર ઓપ્શન પર જવું જ્યાં વિવિધ પોસ્ટની ભરતી દેખાશે
અહીં એપ્લાય નાઉ પર ક્લિક કરવું
જ્યાંથી અરજી કરી શકાશે.
અરજી ફાઈન સબમિટ કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
ભરતીની જાહેરાત : અંહિ ક્લિક કરો
ઉમેદવારોને સૂચન છે કે ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી અંતર્ગત અરજી કરતા પહેલા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ ઉપર ભરતી અંગે આપેલી બધી જ માહિતી ધ્યાન પૂર્વક વાંચી લેવી.
0 Comments