GUJARAT COMMON ADMISSION SERVICES
" Single Application... Multiple Opportunities..."
GCAS દ્વારા અંડર ગ્રેજ્યુએટ (UG) પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફોર્મ શરૂ
GCAS (ગુજરાત કોમન એડમિશન પોર્ટલ) શું છે ?
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓ + સલગ્ન કોલેજ પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા માટે કોમન એડમિશન પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે. આમાં આર્ટ્સ,કોમર્સ,સાયન્સ,રૂરલ અને અન્ય તમામ વિધ્યા શાખાઓનો સમાવેશ થાય છે
નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા B.A., B.Com, B.Sc., BBA, BCA વગેરે માં પ્રવેશ માટે આખા ગુજરાતની બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટીની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે.
ગુજરાત રાજ્યની સરકારી, બિનસરકારી અનુદાનિત, સેલ્ફ ફાઇનાન્સ, ઓટોનોમસ આર્ટસ, કોમર્સ, સાયન્સ, બી.એડ., લો કોલેજોમાં તેમજ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કક્ષાના અને પીએચ.ડી. વગેરે અભ્યાસક્રમોના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ (GCAS)ના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
:: સૂચના ::
અરજીકર્તાઓને એ જણાવવામાં આવે છે કે, ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સિવાયના તમામ પ્રોગ્રામ્સમાં હાલ માત્ર ક્વિક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જ શરૂ કરવામાં આવી છે. સંપૂર્ણ ફોર્મ ફિલિંગ માટે GCAS વેબ સાઇટ પર ચેક કરતાં રેવું.
>> GCAS એડમિશન પ્રોસેસ <<
>> રજીસ્ટ્રેશન માટે ડોકયુમેન્ટ <<
- આધાર કાર્ડ
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે)
- સ્કૂલ લિવિંગ
- માર્કશીટ
- આવકનો દાખલો
- મોબાઈલ નંબર
- મેઇલ ID
👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો
0 Comments