UGVCL ભરતી 2025 : કોલેજ પાસ ઉમેદવારો માટે ઉત્તર ગુજરાતમાં નોકરી મેળવવાની તક, અહીં વાંચો A to Z માહિતી
UGVCL Recruitment 2025, UGVCL ભરતી 2025: ઉત્તર ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. UGVCL એ આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
UGVCL ભરતી 2025અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
UGVCL ભરતી 2025 ની મહત્વની માહિતી
સંસ્થા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)
પોસ્ટ એપ્રેન્ટીશ
પોસ્ટ 56
નોકરીનો પ્રકાર એક વર્ષ કરાર આધારિત
વયમર્યાદા 28 વર્ષ સુધી
એપ્લિકેશન મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 1-4-2025
ક્યાં અરજી કરવી www.ugvcl.com
UGVCL ભરતી 2025 પોસ્ટની વિગતો
કેટેગરી SC ST SEBC EWS UR કુલ
પુરુષ 2 6 10 4 17 39
સ્ત્રી 1 2 5 1 8 17
કુલ 3 8 15 5 25 56
શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય યુનિવર્સિટી દ્વારા ગ્રાન્ટેડ વર્ષ 2023 અથવા 2024 થી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં નિયમિત B.E/B.Tech માં લઘુત્તમ 55% સાથે પાસ પાસ કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા
- ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 28 વર્ષથી ઉપર ન હોવી જોઈએ.
- અનામત વર્ગના ઉમેદવારો માટે ધારા ધોરણ પ્રમાણે વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે.
સ્ટાઈપેન્ડ
UGVCL ભરતી 2025 અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને 9000 રૂપિયા પ્રતિ માસ ફીક્સ સ્ટાઈપેન્ડ મળશે. ઉમેદવારોને અન્ય કોઈજાતના ભથ્થા મળવા પાત્ર થતાં નથી.
અરજી કેવી રીતે કરવી?
UGVCL ભરતી 2025માં અરજી કરવા માટે ઉમદેવારોએ સંસ્થાની વેબસાઈટ www.ugvcl.com ની મુલાકાત લેવી
અહીં કરિયર ઓપ્શનમાં જઈને એપ્લાય ઓનલાઈનમાં જવું
અહીં અરજીફોર્મ ખુલશે જેમાં માંગેલી વિગતો ભરવી
અરજી ફાઈન સબમિશન આપવું, ત્યારબાદ પ્રીન્ટ કાઢી લેવી.
નોટિફિકેશન
0 Comments