Primary Secondary Education Scholarship: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ-2024-25 માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. જેમાં શહેર, ગ્રામ્ય અને ટ્રાયબલ વિસ્તારમાં શિષ્યવૃતિ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેના માટે આગામી 6 એપ્રિલ સુધી ઑનલાઈન અરજી કરી શકાશે, જ્યારે ફી આગામી 7 તારીખ સુધી ભરી શકાશે.
● ઉમેદવારની લાયકાત
○ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:
- જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-6માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
- ધોરણ-5માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
○ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:
- જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-9માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
- ધોરણ-8માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
● અભ્યાસક્રમ:
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-6નો માર્ચ-2025 સુધીનો રહેશે.
- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-9નો માર્ચ-2025 સુધીનો રહેશે.
ખાસ નોંધવા જેવી બાબત:
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે. તેમજ શિષ્યવૃતિ માટે આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં નહીં આવે. આ બન્ને પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીને પરીક્ષાના પરિણામની માર્કશીટ આપવામાં આવશે. જે પૈકી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ માટે મેરિટમાં આવનાર પ્રથમ 1000 તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ માટે મેરિટમાં આવનાર 2900 વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળશે.
● ઓનલાઇન અરજી કરવાની રીત:-
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. આ માટે ઉમેદવાર આગામી 6 એપ્રિલ, 2025 રાતે 12 વાગ્યા સુધી www.sebexam.org પર અંગ્રેજીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જેના માટે ઉમેદવારે નીચે મુજબના સ્ટેપ્સ ફૉલો કરવા પડશે,
સૌ પ્રથમ www.sebexam.org પર જવું.
Apply online પર ક્લિક કરવું પડશે
પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-6) અથવા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-9) સામે Apply Now પર Click કરવું.
Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. જ્યાં સૌ પ્રથમ માંગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે.
વિદ્યાર્થીની વિગતો U-DISE Numberના આધારે ભરવાની રહેશે.
શાળાની વિગતો માટે શાળાના DISE Numberના આધારે ભરવાની રહેશે.
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-6) માટે ધોરણ-5નું પરિણામ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-9) માટે ધોરણ-8ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે.
અહી બાંહેધરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે.
હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
Confirm Application પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો ત્યારબાદ Submit પર Click કરો.
જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm પર Click કરવું. Confirm પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં Online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.
હવે Print Application /Fee Challan પર ક્લિક કરવું. અહીં તમારોં Confirmation Number અને તમારી Birth Date Type કરો. જે બાદ Submit પર Click કરો.
અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી. (પ્રિન્ટની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ લેવો.)
● ફી ભરવાની રીત
એક વખત અરજી ફોર્મ સબમિટ થઈ ગયા બાદ તમારે 100 રૂપિયા ફી ભરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના સ્ટેપ્સ ફૉલો કરવા પડશે
ઓનલાઇન પેમેન્ટ કરવા માટે Print Applicationની Print કાઢતા પહેલા Online Payment કરવાનું રહેશે. એક સાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે. ઓનલાઈન પેમેન્ટગેટ-વે દ્વારા CREDIT CARD/ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકાશે.
ઓનલાઈન ફી જમા કરાવવા માટે PRINT APPLICATION પર Click કરવું અને વિગતો ભરવી. જે બાદ ONLINE PAYMENT ઉપર ક્લીક કરવું. હવ આપેલ વિકલ્પોમાં NET BANKINGE અથવા Other Payment Mode ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે. તેવું SCREEN પર લખાયેલું આવશે અને E-Receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે, તો SCREEN પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.
ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફી ની રકમ કપાયા બાદ 24 કલાકમાં E-Receipt જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજય પરીક્ષા બોર્ડને ઈ-મેઈલ થી સંપર્ક કરવાનો રહેશે.
ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ભરવાની રહેશે.
0 Comments