ગાંધીધામ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા ગાંધીધામ મહાનગરપાલિકા ભરતી
પોસ્ટ વિવિધ એપ્રેન્ટીસ
સંખ્યા 92
એપ્લિકેશન મોડ ઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 20-4-2025
ક્યાં અરજી કરવી નીચે આપેલા સરનામા પર
પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા
હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર 15
સર્વેયર 10
કેડ ઓપરેટર 4
મિકેનિક ડીઝલ 4
ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર 30
પ્લંબર 10
વાયરમેન 5
ફિટર 5
ઈલેક્ટ્રિશિયન 5
મિકેનિક મોટર વ્હીકલ 4
કુલ 92
શૈક્ષણિક લાયકાત
- ગાંધીધામ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ ટ્રેડમાં એપ્લેન્ટીસ માટે ઉમેદવારો પસંદ કરવાના છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ ટ્રેડ માટે વિવિધ આઈટીઆઈ પાસ માંગ્યું છે.
પગાર ધોરણ
- ગાંધીધામ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને સંસ્થાએ નક્કી કરેલા ધારધારોણ પ્રમાણે સ્ટાઈપેન્ડ મળવા પાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી?
- ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ જરૂરી માહિતી સાથે લેખિત અરજી, 20 એપ્રિલ 2025 સુધીમાં ચાલુ ઓફિસના દિવસોમાં ગાંધીધામ મહાનગરપાલિકામાં પહોંચાડવાની રહેશે.
- મુદત બાદ રજૂ થયેલી અરજી અમાન્ય રહેશે.
- અરજીમાં પાસપોર્ટ સાઈઝના ફોટા ચોંટાડવાના રહેશે.
- જરૂરી આધાર પુરાવાની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે.
ઉમેદવારોને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- ઉપરોક્ત જગ્યાઓ માટે નિયત મિનિમમ જે તે ટ્રેડમાં આઈટીઆઈ પાસ લાયકાતો ધરાવતા ઉમેદવારોની જ અરજી ધ્યાને લેવામાં આવશે. બોનાફાઈટ સર્ટી ધ્યાને લેવામાં નહીં આવે.
- એપ્રેન્ટીસને એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ તદન હંગામી ધોરણે એપ્રેન્ટીસ તરીકે નિમણૂંક આપવામાં આવશે.
- નિમણૂંક પામેલા એપ્રેન્ટીસને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળની જોગવાઈઓ અને ધારાધોરણ અનુસાર સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.
- આ ઉપરાંત કોઈપણ પ્રકારના પગાર, વેતન એલાઉન્સ, ચાર્જ, ભાડા-ભથ્થા વગેરે ચૂકવવામાં નહીં આવે.
- ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટી-મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ નિમણૂંક કરવા માટે નક્કી કરવામાં આવેલી પદ્ધિ મજુબ મેરિટ લિસ્ટ બનાવી નિમણૂંક આપવામાં આવશે.
0 Comments